ડેઈઝી શાહ, પ્રતિક ગાંધીની ફિલ્મ ગુજરાત 11નું ટ્રેલર છે ધમાકેદાર

15 November, 2019 03:29 PM IST  |  Mumbai

ડેઈઝી શાહ, પ્રતિક ગાંધીની ફિલ્મ ગુજરાત 11નું ટ્રેલર છે ધમાકેદાર

ફિલ્મના ટ્રેલરનું એક દ્રશ્ય

બાળ આરોપીઓથી ફૂટબૉલ પ્લેયર બનવાની સફર અને તેમાં આવતી અડચણો, એક કોચનો નિર્ધાર અને તેમની સામેના પડકાર...આ છે કથાવસ્તુ ડેઈઝી શાહની ડેબ્યૂ ફિલ્મ ગુજરાત 11ની. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જે ઘણું જ ધમાકેદાર છે.

ટ્રેલરમાં જોવા મળે છે કે જુવેનાઈલ જસ્ટિસ હોમમાં રહેતા બાળકોને ફૂટબૉલ શિખવવાનો નિર્ધાર કરીને આવે છે ડેઈઝી શાહ. જો કે આ બાળકો પણ તેને ગાંઠે એમ નથી. બાળકો તેને પરેશાન કરે છે પણ ડેઈઝી એમ હાર માનવા નથી માંગતી. તે બનાવવા માંગે છે ગુજરાત 11.

ફિલ્મમાં ડેઈઝી શાહની સાથે પ્રતિક ગાંધી, ચેતન દઈયા, કવિન દવે જેવા કલાકારો છે. ફિલ્મમાં ઈમોશન, ડ્રામા તમામ વસ્તુઓ ભરપૂર રીતે જોવા મળે છે. આ ફિલ્મમાં પહેલીવાર જાણીતા ગાયક રૂપકુમાર રાઠોડ મ્યુઝિક આપી રહ્યા છે. ફિલ્મનું એન્થમ પણ ખૂબ જ સરસ છે.

આ પણ જુઓઃ Rahul Patel: હીરા કારીગરના ઘરે જન્મેલો આ ગુજરાતી આજે છે શબ્દોનો કારીગર

ફિલ્મની સ્ટોરી જયંત ગિલાટરે લખી છે, તથા ડાયરેક્ટ પણ તેમણે જ કરી છે. એચ. જી પિક્ચર્સ, પ્રોફાઈલ એન્ટરટેઈનમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડની સાથે વાય ટી એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ તેમજ જે. જે. ક્રિએશન ફિલ્મ 'ગુજરાત 11' પ્રસ્તુત કરી રહ્યા છે. ફિલ્મને હરેષ પટેલ, એમ. એસ. જોલી અને જયંત ગિલાટરે પ્રોડ્યુસ કરી છે.

daisy shah Pratik Gandhi dhollywood news