Movie Review:વાંચો RJ Harshilને કેવી લાગી Avengers End Game

26 April, 2019 04:50 PM IST  |  અમદાવાદ | RJ હર્ષિલ

Movie Review:વાંચો RJ Harshilને કેવી લાગી Avengers End Game

ડિરેક્ટર : એન્થની રુસો, જૉ રુસો

કાસ્ટ : રોબર્ટ ડાઉની જુનિયર, ક્રિષ એવાન્સ, માર્ક રફેલો, ક્રિસ હેમ્સવર્થ, સ્કાર્લેટ જ્હોન્સન

એવેન્જર્સ એન્ડ ગેમ... આ ફક્ત મૂવી નથી, મહામૂવી છે. આના કરતા મોટી ફિલ્મ અત્યાર સુધી વર્લ્ડ સિનેમા પર આવી જ નથી એવું કહી શકાય, યુફોરિયા ક્રિએટ થયેલો છે. 11 વર્ષથી જાન્યુઆરી એના જર્ની તેના અંતિમ મુકામ પર પહોંચી છે.

આ ફિલ્મમાં દર્દ, આંસુ, હાસ્ય બધું જ છે. થિયેટરમાં સિસોટીઓ વાગે છે. સ્ટેન્ડિંગ ઓેવેશન મળે છે. લિટરલી લોકો રડે છે. એક દાયકો લાંબી ચાલેલી જર્નીનો બેસ્ટ એન્ડ છે. એન્ડ ગેમ. વેરી સેટિસ્ફાઈઇંગ. અપેક્ષાઓ કરતા ક્યાંય આગળ છે આ ફિલ્મ. ફિલ્મનો બેસ્ટ પાર્ટ એ છે કે તેના કનેક્શન તમે ભૂલી ગયા હો તો પણ યાદ આવી જાય. જો માર્વેલની એકાદી મૂવી રહી ગઈ હોય તો પણ તમને આ ફિલ્મ સમજાઈ જાય, એ જ તો ખાસ વાત છે. ઈમોશન્સ છે, ડ્રામા છે. એક્શન છે. ડાયલોગ્સ દમદાર છે. ફિલ્મમાં એ બધું જ છે, જે દર્શકોને જોઈતું હોય.

જો કે કેટલાક સીન્સ એવા પણ છે, જેની સામે ઈન્ફિનિટી વૉર અને સિવિલ વૉર વધારે સ્ટ્રોંગ લાગે. પણ લોકોને તો આ ફિલ્મમાં એ જ જોવું છે કે સુપર હિરોઝ થેનોસ સાથે આ ઈન્ફિનિટી સ્ટોન્સનું શું કરે છે.

આ પણ વાંચો: avengers endgame: આવી રહી અંત પહેલાની શરુઆત

અહીં... કંઈ જ નહીં લખું. સ્પોઈલર્સ નહીં જ આપું ભાઈ. બસ તમે જઈ આવો આજે જ અને જોઈ આવો. માર્વેલની એવેન્જર્સ એન્ડગેમને મારા તરફથી 5માંથી 6 સ્ટાર. એપિક... એપિક... ફિલ્મ છે. લવ યુ કેપ્ટન અમેરિકા, આયર્ન મેન, બ્લેક વિડો, થોર થેનોસ એવરી વન. જો તમે DCના ફૅન હો ને તો પણ આ ફિલ્મ એક વખત તો ઈમોશનલ કરાવી જ દે. થોર અને હલ્કની કેટલીક બેસ્ટ મોમેન્ટ્સ તમને આ ફિલ્મમાં જોવા મળશે, જે ઈન્ફિનિટી વૉરમાં ખૂટતી હતી.

છેલ્લે એટલું જ લખીશ કે એવેન્જર એન્ડ ગેમ ફાર્ક ચોકોલેટ જેવી છે, કેમ હવે એ તો તમને ક્લાઈમેક્સમાં જ ખબર પડશે. થોડા ઝટકા મળે તેવી રાઈડ માટે તૈયાર રહેજો.

avengers: age of ultron avengers the avengers