avengers endgame: આવી રહી અંત પહેલાની શરુઆત

Apr 26, 2019, 16:36 IST
  • આયર્નમૅન: કોઈ પણ અંત વિશે જાણવા પહેલાં એની શરૂઆત ક્યાંથી થઈ એ જાણવું ખૂબ જ જરૂરી છે. ૨૦૦8માં આવેલી ‘આયર્નમૅન’ દ્વારા માર્વલ યુનિવર્સની શરૂઆત થઈ હતી. આ યુનિવર્સમાં ઘણા ડિરેક્ટર્સ અને રાઇટર્સનો સમાવેશ થાય છે, પરંતુ એમ છતાં ફિલ્મોને એકબીજા સાથે જોડી રાખવામાં આવી છે. આયર્નમૅન એટલે કે ટૉની સ્ટાર્કની હથિયાર બનાવતી કંપની હોય છે. આ ફિલ્મમાં તેના હથિયારનો ગેરકાયદે ઉપયોગ કરી દુનિયામાં તબાહી ફેલાવવામાં આવે છે. ટૉની સ્ટાર્કને એની જાણ થાય છે અને તે એની વિરુદ્ધ જાય છે અને ત્યાંથી આયર્નમૅનનો જન્મ થાય છે. આ આયર્નમૅન એક મિશન પર નીકળી પડે છે અને એ છે દુનિયાને બચાવવી. આ ફિલ્મમાં તેની અને તેની સેક્રટરી પેપર પોટ્સ વચ્ચે પ્રેમ પાંગરે છે. આ સૌથી મહત્વની કડી છે, કારણ કે ‘એન્ડગેમ’ના ટ્રેલરમાં આયર્નમૅન પેપરને મેસેજ મોકલતો જોવા મળે છે.

    આયર્નમૅન: કોઈ પણ અંત વિશે જાણવા પહેલાં એની શરૂઆત ક્યાંથી થઈ એ જાણવું ખૂબ જ જરૂરી છે. ૨૦૦8માં આવેલી ‘આયર્નમૅન’ દ્વારા માર્વલ યુનિવર્સની શરૂઆત થઈ હતી. આ યુનિવર્સમાં ઘણા ડિરેક્ટર્સ અને રાઇટર્સનો સમાવેશ થાય છે, પરંતુ એમ છતાં ફિલ્મોને એકબીજા સાથે જોડી રાખવામાં આવી છે. આયર્નમૅન એટલે કે ટૉની સ્ટાર્કની હથિયાર બનાવતી કંપની હોય છે. આ ફિલ્મમાં તેના હથિયારનો ગેરકાયદે ઉપયોગ કરી દુનિયામાં તબાહી ફેલાવવામાં આવે છે. ટૉની સ્ટાર્કને એની જાણ થાય છે અને તે એની વિરુદ્ધ જાય છે અને ત્યાંથી આયર્નમૅનનો જન્મ થાય છે. આ આયર્નમૅન એક મિશન પર નીકળી પડે છે અને એ છે દુનિયાને બચાવવી. આ ફિલ્મમાં તેની અને તેની સેક્રટરી પેપર પોટ્સ વચ્ચે પ્રેમ પાંગરે છે. આ સૌથી મહત્વની કડી છે, કારણ કે ‘એન્ડગેમ’ના ટ્રેલરમાં આયર્નમૅન પેપરને મેસેજ મોકલતો જોવા મળે છે.

    1/10
  • માર્વલ્સ ધ અવેન્જર્સ: ‘થૉર’ અને ‘ધ ઇન્ક્રેડિબલ હલ્ક’ ન જોઈ હોય તો પણ ‘માર્વલ્સ ધ અવેન્જર્સ’માં તમે તેમના કનેક્શનને જોઈ શકશો. આ બન્ને ફિલ્મો તેમના ઇન્ટ્રોડક્શન માટે બનાવવામાં આવી હતી. જોકે તેમના કનેક્શનની શરૂઆત ૨૦૧૨માં આવેલી ‘માર્વલ્સ ધ અવેન્જર્સ’માં થઈ હતી. આ ફિલ્મની શરૂઆતમાં ‘બૅટલ ઑફ ન્યુ યૉર્ક’ દેખાડવામાં આવે છે. આ ઇવેન્ટ બાદ તમામ સુપરહીરોને અહેસાસ થાય છે કે તેઓ એક ટીમ બને તો કેટલા પાવરફુલ બની શકે. આ ફિલ્મના અંતે તમને ‘અવેન્જર્સ : ઇન્ફિનિટી વૉર’ના વિલન થાનોસની એક ઝલક જોવા મળશે. જોકે સૌથી મહત્વનો છે લોકી. લોકી થોરનો ભાઈ છે અને તેની પાસે જે સ્કેપ્ટર (હથિયાર) છે એમાં બે સ્ટોનનો સમાવેશ થાય છે. લોકી પહેલી એવી વ્યક્તિ છે જેની પાસે બે સ્ટોન હોય છે. લોકી આસ્ગાર્ડનો હોય છે જેથી તે સ્પેસ સ્ટોનનો ઉપયોગ કરી શકતો હોય છે અને આ સાથે જ તેની પાસે સેપ્ટરમાં માઇન્ડ સ્ટોન હોય છે. આ સેપ્ટર તેને થાનોસ દ્વારા ગિફ્ટ કરવામાં આવ્યું હોય છે.

    માર્વલ્સ ધ અવેન્જર્સ: ‘થૉર’ અને ‘ધ ઇન્ક્રેડિબલ હલ્ક’ ન જોઈ હોય તો પણ ‘માર્વલ્સ ધ અવેન્જર્સ’માં તમે તેમના કનેક્શનને જોઈ શકશો. આ બન્ને ફિલ્મો તેમના ઇન્ટ્રોડક્શન માટે બનાવવામાં આવી હતી. જોકે તેમના કનેક્શનની શરૂઆત ૨૦૧૨માં આવેલી ‘માર્વલ્સ ધ અવેન્જર્સ’માં થઈ હતી. આ ફિલ્મની શરૂઆતમાં ‘બૅટલ ઑફ ન્યુ યૉર્ક’ દેખાડવામાં આવે છે. આ ઇવેન્ટ બાદ તમામ સુપરહીરોને અહેસાસ થાય છે કે તેઓ એક ટીમ બને તો કેટલા પાવરફુલ બની શકે. આ ફિલ્મના અંતે તમને ‘અવેન્જર્સ : ઇન્ફિનિટી વૉર’ના વિલન થાનોસની એક ઝલક જોવા મળશે. જોકે સૌથી મહત્વનો છે લોકી. લોકી થોરનો ભાઈ છે અને તેની પાસે જે સ્કેપ્ટર (હથિયાર) છે એમાં બે સ્ટોનનો સમાવેશ થાય છે. લોકી પહેલી એવી વ્યક્તિ છે જેની પાસે બે સ્ટોન હોય છે. લોકી આસ્ગાર્ડનો હોય છે જેથી તે સ્પેસ સ્ટોનનો ઉપયોગ કરી શકતો હોય છે અને આ સાથે જ તેની પાસે સેપ્ટરમાં માઇન્ડ સ્ટોન હોય છે. આ સેપ્ટર તેને થાનોસ દ્વારા ગિફ્ટ કરવામાં આવ્યું હોય છે.

    2/10
  • કૅપ્ટન અમેરિકા : ધ ફર્સ્ટ અવેન્જર: ‘આયર્નમૅન’ દ્વારા ભલે અવેન્જર્સની શરૂઆત થઈ, પરંતુ સૌથી પહેલો અવેન્જર છે કૅપ્ટન અમેરિકા. આ ફિલ્મ 2011માં આવી હતી, પરંતુ એની સ્ટોરીની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન થઈ હોય છે. આ સમયે સ્ટીવ રૉજર્સ એક દૂબળોપાતળો સૈનિક હોય છે. આ સમયે અમેરિકન સૈનિક એક એક્સપરિમેન્ટ કરવા જઈ રહ્યો હોય છે અને તેમને એક સૈનિકની શોધ હોય છે. તેઓ એક બૉમ્બ દ્વારા ટેસ્ટ લે છે કે જ્યારે તમારી ટુકડીમાં દુશ્મન દ્વારા બૉમ્બ ફેંકવામાં આવે ત્યારે શું કરવું જોઈએ. દરેક સૈનિક ત્યાંથી ભાગી જાય છે, પરંતુ સ્ટીવ બૉમ્બ પર કૂદકો મારે છે. અમેરિકન સૈનિકને તે ગમી જાય છે, કારણ કે તે તેના સાથીઓના જીવ બચાવવા માગતો હોય છે. આથી તેઓ સ્પેશ્યલ સિરમ સ્ટીવ રૉજર્સને આપે છે અને અહીંથી શરૂઆત થાય છે કૅપ્ટન અમેરિકાની. આ સિરમ બનાવવા માટે ટૉની સ્ટાર્કના પિતાએ અમેરિકન સૈનિકોની મદદ કરી હોય છે. તેમ જ તેમણે કૅપ્ટન અમેરિકા માટે એક સ્પેશ્યલ શીલ્ડ બનાવ્યું હોય છે જેના પર કોઈ પણ હથિયારની અસર નથી થતી. આ શીલ્ડને વાઇબ્રેનિયમમાંથી બનાવવામાં આવ્યું હોય છે અને એ ક્યાંથી આવ્યું હોય છે એની જાણ ‘બ્લૅક પૅન્થર’માં થાય છે. જોકે આ શીલ્ડ પણ થાનોસ દ્વારા તોડી નાખવામાં આવે છે. ‘અવેન્જર્સ : ઇન્ફિનિટી વૉર’માં થાનોસ વિલન હોય છે અને એ તમામ ઇન્ફિનિટી સ્ટોન્સને પોતાના કબજામાં કરી લે છે. આ ઇન્ફિનિટી સ્ટોન્સમાં એક હોય છે સ્પેસ સ્ટોન. આ સ્ટોન સૌથી પહેલાં ‘કૅપ્ટન અમેરિકા : ધ ફર્સ્ટ અવેન્જર’માં જોવા મળે છે. આ સમયે તેઓ એને ધ ટેસેરેક્ટ કહેતા હોય છે જે ખરેખર સ્પેસ સ્ટોન હોય છે. આ સ્ટોનનો મુખ્ય ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવા માટે કરવામાં આવે છે. જોકે આ સાથે જ એનો ઉપયોગ હથિયાર બનાવવા, સ્પેસક્રાફ્ટ એન્જિન બનાવવા કરવામાં આવે છે. આ સ્ટોનને કારણે જ ‘કૅપ્ટન માર્વલ’નો પણ ઉદ્ભવ થયો હતો એટલે કે તેને સુપરપાવર મળ્યો હતો. સ્પેસ સ્ટોનની સાથે આ ફિલ્મમાં તેના મિત્ર બકીની સ્ટોરી પણ ખૂબ જ મહત્વની છે.

    કૅપ્ટન અમેરિકા : ધ ફર્સ્ટ અવેન્જર: ‘આયર્નમૅન’ દ્વારા ભલે અવેન્જર્સની શરૂઆત થઈ, પરંતુ સૌથી પહેલો અવેન્જર છે કૅપ્ટન અમેરિકા. આ ફિલ્મ 2011માં આવી હતી, પરંતુ એની સ્ટોરીની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન થઈ હોય છે. આ સમયે સ્ટીવ રૉજર્સ એક દૂબળોપાતળો સૈનિક હોય છે. આ સમયે અમેરિકન સૈનિક એક એક્સપરિમેન્ટ કરવા જઈ રહ્યો હોય છે અને તેમને એક સૈનિકની શોધ હોય છે. તેઓ એક બૉમ્બ દ્વારા ટેસ્ટ લે છે કે જ્યારે તમારી ટુકડીમાં દુશ્મન દ્વારા બૉમ્બ ફેંકવામાં આવે ત્યારે શું કરવું જોઈએ. દરેક સૈનિક ત્યાંથી ભાગી જાય છે, પરંતુ સ્ટીવ બૉમ્બ પર કૂદકો મારે છે. અમેરિકન સૈનિકને તે ગમી જાય છે, કારણ કે તે તેના સાથીઓના જીવ બચાવવા માગતો હોય છે. આથી તેઓ સ્પેશ્યલ સિરમ સ્ટીવ રૉજર્સને આપે છે અને અહીંથી શરૂઆત થાય છે કૅપ્ટન અમેરિકાની. આ સિરમ બનાવવા માટે ટૉની સ્ટાર્કના પિતાએ અમેરિકન સૈનિકોની મદદ કરી હોય છે. તેમ જ તેમણે કૅપ્ટન અમેરિકા માટે એક સ્પેશ્યલ શીલ્ડ બનાવ્યું હોય છે જેના પર કોઈ પણ હથિયારની અસર નથી થતી. આ શીલ્ડને વાઇબ્રેનિયમમાંથી બનાવવામાં આવ્યું હોય છે અને એ ક્યાંથી આવ્યું હોય છે એની જાણ ‘બ્લૅક પૅન્થર’માં થાય છે. જોકે આ શીલ્ડ પણ થાનોસ દ્વારા તોડી નાખવામાં આવે છે. ‘અવેન્જર્સ : ઇન્ફિનિટી વૉર’માં થાનોસ વિલન હોય છે અને એ તમામ ઇન્ફિનિટી સ્ટોન્સને પોતાના કબજામાં કરી લે છે. આ ઇન્ફિનિટી સ્ટોન્સમાં એક હોય છે સ્પેસ સ્ટોન. આ સ્ટોન સૌથી પહેલાં ‘કૅપ્ટન અમેરિકા : ધ ફર્સ્ટ અવેન્જર’માં જોવા મળે છે. આ સમયે તેઓ એને ધ ટેસેરેક્ટ કહેતા હોય છે જે ખરેખર સ્પેસ સ્ટોન હોય છે. આ સ્ટોનનો મુખ્ય ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવા માટે કરવામાં આવે છે. જોકે આ સાથે જ એનો ઉપયોગ હથિયાર બનાવવા, સ્પેસક્રાફ્ટ એન્જિન બનાવવા કરવામાં આવે છે. આ સ્ટોનને કારણે જ ‘કૅપ્ટન માર્વલ’નો પણ ઉદ્ભવ થયો હતો એટલે કે તેને સુપરપાવર મળ્યો હતો. સ્પેસ સ્ટોનની સાથે આ ફિલ્મમાં તેના મિત્ર બકીની સ્ટોરી પણ ખૂબ જ મહત્વની છે.

    3/10
  • કૅપ્ટન અમેરિકા : ધ વિન્ટર સોલ્જર: આ ફિલ્મમાં કૅપ્ટન અમેરિકા કેવી રીતે ‘શીલ્ડ’ પ્રોગામમાંથી ‘હાયડ્રા’માં આવે છે એ દેખાડવામાં આવ્યું છે. તે તેના મિત્ર બકીને સર્પોટ કરતો જોવા મળે છે. તે સરકાર કરતાં તેના ફ્રેન્ડને પસંદ કરે છે અને અહીં ‘અવેન્જર્સ’ની ટીમના ભાગલા પડે છે. આ સાથે જ કૅપ્ટન અમેરિકા અને નતાશા રોમાનોફ એટલે કે બ્લૅક વિડો વચ્ચેની દોસ્તીમાં પણ દરાર આવે છે.

    કૅપ્ટન અમેરિકા : ધ વિન્ટર સોલ્જર: આ ફિલ્મમાં કૅપ્ટન અમેરિકા કેવી રીતે ‘શીલ્ડ’ પ્રોગામમાંથી ‘હાયડ્રા’માં આવે છે એ દેખાડવામાં આવ્યું છે. તે તેના મિત્ર બકીને સર્પોટ કરતો જોવા મળે છે. તે સરકાર કરતાં તેના ફ્રેન્ડને પસંદ કરે છે અને અહીં ‘અવેન્જર્સ’ની ટીમના ભાગલા પડે છે. આ સાથે જ કૅપ્ટન અમેરિકા અને નતાશા રોમાનોફ એટલે કે બ્લૅક વિડો વચ્ચેની દોસ્તીમાં પણ દરાર આવે છે.

    4/10
  • ગાર્ડિયન્સ ઑફ ધ ગૅલૅક્સી: આ ફિલ્મના ઇન્ટ્રોડક્શન માટે પહેલી વાર માર્વલ યુનિવર્સ પૃથ્વી છોડીને અલગ પ્લેનેટ પર જાય છે. આ ફિલ્મમાં માર્વલ યુનિવર્સના સૌથી ખતરનાક વિલન થાનોસની દીકરીઓ નેબુલા અને ગમોરા જોવા મળે છે. તેમ જ થાનોસ પણ એક ઊડતી ખુરશી પર બેઠેલો જોવા મળે છે. આ ફિલ્મની મુખ્ય સ્ટોરી આર્બની આસપાસ ફરે છે. આર્બ એટલે કે જેની અંદર ઇન્ફિનિટી સ્ટોનમાંના એક પાવર સ્ટોનનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે. આ ફિલ્મમાં પહેલી વાર ધ કલેક્ટર દ્વારા તમામ ઇન્ફિનિટી સ્ટોન્સનો ઇતિહાસ જણાવવામાં આવે છે. આ ફિલ્મમાં ઝેન્ડરને પણ દેખાડવામાં આવ્યો છે જ્યાં પાવર સ્ટોનને છુપાવી રાખવામાં આવ્યો હોય છે.

    ગાર્ડિયન્સ ઑફ ધ ગૅલૅક્સી: આ ફિલ્મના ઇન્ટ્રોડક્શન માટે પહેલી વાર માર્વલ યુનિવર્સ પૃથ્વી છોડીને અલગ પ્લેનેટ પર જાય છે. આ ફિલ્મમાં માર્વલ યુનિવર્સના સૌથી ખતરનાક વિલન થાનોસની દીકરીઓ નેબુલા અને ગમોરા જોવા મળે છે. તેમ જ થાનોસ પણ એક ઊડતી ખુરશી પર બેઠેલો જોવા મળે છે. આ ફિલ્મની મુખ્ય સ્ટોરી આર્બની આસપાસ ફરે છે. આર્બ એટલે કે જેની અંદર ઇન્ફિનિટી સ્ટોનમાંના એક પાવર સ્ટોનનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે. આ ફિલ્મમાં પહેલી વાર ધ કલેક્ટર દ્વારા તમામ ઇન્ફિનિટી સ્ટોન્સનો ઇતિહાસ જણાવવામાં આવે છે. આ ફિલ્મમાં ઝેન્ડરને પણ દેખાડવામાં આવ્યો છે જ્યાં પાવર સ્ટોનને છુપાવી રાખવામાં આવ્યો હોય છે.

    5/10
  • અવેન્જર્સ : એજ ઑફ અલ્ટ્રોન: આ ફિલ્મમાં ખાસ તો આયર્નમૅન અને કૅપ્ટન અમેરિકા વચ્ચેના એકબીજાના વિશ્વાસની વાત કરવામાં આવી છે. આયર્નમૅન દુનિયાને પ્રોટેક્ટ કરવા માટે એક ઇન્ટેલિજન્ટ રોબો બનાવે છે જે એક એવિલ રોબો બની જાય છે. આયર્નમૅનના મુખ્ય ઉદ્દેશ પર કૅપ્ટન અમેરિકાને સવાલો થવાના શરૂ થાય છે. આ ફિલ્મમાં સ્કારલેટ વિચ અને તેના ભાઈની એન્ટ્રી થાય છે. તેનો ભાઈ ક્વિક સિલ્વર ખૂબ જ ઝડપથી દોડી શકતો હોય છે. તેઓ માઇન્ડ સ્ટોનને ચોરીને અલ્ટ્રોનને આપે છે. ત્યાર બાદ અલ્ટ્રોનને મારવાની કશ્મકશ શરૂ થાય છે. આ ફિલ્મમાં અવેન્જર્સ દ્વારા લોકીના સેપ્ટરને કબજામાં લઈ લેવામાં આવ્યું હોય છે એ દેખાડવામાં આવે છે અને ત્યાર બાદ ટૉની સ્ટાર્ક એનો અલ્ટ્રોન પ્રોગ્ાામમાં ઉપયોગ કરે છે. અલ્ટ્રોન આ સેપ્ટરનો નાશ કરે છે. આ દરમ્યાન ટૉની સ્ટાર્ક વિઝનને બનાવે છે અને એના કપાળ પર ઇન્ફિનિટી સ્ટોન હોય છે. આ ફિલ્મમાં થૉર અને હલ્ક તેમના અલગ મિશન પર નીકળે છે અને ત્યાર બાદ તેઓ અવેન્જર્સ સાથે જોવા નથી મળતા.

    અવેન્જર્સ : એજ ઑફ અલ્ટ્રોન: આ ફિલ્મમાં ખાસ તો આયર્નમૅન અને કૅપ્ટન અમેરિકા વચ્ચેના એકબીજાના વિશ્વાસની વાત કરવામાં આવી છે. આયર્નમૅન દુનિયાને પ્રોટેક્ટ કરવા માટે એક ઇન્ટેલિજન્ટ રોબો બનાવે છે જે એક એવિલ રોબો બની જાય છે. આયર્નમૅનના મુખ્ય ઉદ્દેશ પર કૅપ્ટન અમેરિકાને સવાલો થવાના શરૂ થાય છે. આ ફિલ્મમાં સ્કારલેટ વિચ અને તેના ભાઈની એન્ટ્રી થાય છે. તેનો ભાઈ ક્વિક સિલ્વર ખૂબ જ ઝડપથી દોડી શકતો હોય છે. તેઓ માઇન્ડ સ્ટોનને ચોરીને અલ્ટ્રોનને આપે છે. ત્યાર બાદ અલ્ટ્રોનને મારવાની કશ્મકશ શરૂ થાય છે. આ ફિલ્મમાં અવેન્જર્સ દ્વારા લોકીના સેપ્ટરને કબજામાં લઈ લેવામાં આવ્યું હોય છે એ દેખાડવામાં આવે છે અને ત્યાર બાદ ટૉની સ્ટાર્ક એનો અલ્ટ્રોન પ્રોગ્ાામમાં ઉપયોગ કરે છે. અલ્ટ્રોન આ સેપ્ટરનો નાશ કરે છે. આ દરમ્યાન ટૉની સ્ટાર્ક વિઝનને બનાવે છે અને એના કપાળ પર ઇન્ફિનિટી સ્ટોન હોય છે. આ ફિલ્મમાં થૉર અને હલ્ક તેમના અલગ મિશન પર નીકળે છે અને ત્યાર બાદ તેઓ અવેન્જર્સ સાથે જોવા નથી મળતા.

    6/10
  • કૅપ્ટન અમેરિકા : સિવિલ વૉર: આ ફિલ્મમાં આર્યનમૅન અને કૅપ્ટન અમેરિકા ફાઇનલી આમને-સામને થાય છે. તેમની વચ્ચે મતભેદ થશે એનાં બીજ અગાઉની ફિલ્મોમાં દેખાડવામાં આવ્યાં હતાં. જોકે ફાઇનલી કૅપ્ટન અમેરિકાના ફ્રેન્ડ બકીને લઈને તેમની વચ્ચે મતભેદ થાય છે અને એક સમય આવે છે કે કૅપ્ટન અમેરિકા તેનું શીલ્ડ પડતું મૂકી દે છે, કારણ કે ટૉની સ્ટાર્કના પિતાએ એ બનાવ્યું હોય છે. આ ફિલ્મમાં ‘બ્લૅક પૅન્થર’ અને ‘સ્પાઇડર મૅન’ના ઇન્ટ્રોડક્શનને પણ દેખાડવામાં આવશે.

    કૅપ્ટન અમેરિકા : સિવિલ વૉર: આ ફિલ્મમાં આર્યનમૅન અને કૅપ્ટન અમેરિકા ફાઇનલી આમને-સામને થાય છે. તેમની વચ્ચે મતભેદ થશે એનાં બીજ અગાઉની ફિલ્મોમાં દેખાડવામાં આવ્યાં હતાં. જોકે ફાઇનલી કૅપ્ટન અમેરિકાના ફ્રેન્ડ બકીને લઈને તેમની વચ્ચે મતભેદ થાય છે અને એક સમય આવે છે કે કૅપ્ટન અમેરિકા તેનું શીલ્ડ પડતું મૂકી દે છે, કારણ કે ટૉની સ્ટાર્કના પિતાએ એ બનાવ્યું હોય છે. આ ફિલ્મમાં ‘બ્લૅક પૅન્થર’ અને ‘સ્પાઇડર મૅન’ના ઇન્ટ્રોડક્શનને પણ દેખાડવામાં આવશે.

    7/10
  • થૉર : રેગનારોક: થૉરની દરેક ફિલ્મમાં તેના પર અટૅક થાય છે અને તેની પાસેથી પાવર જતો રહે છે અને ફરી તે પાવર મેળવે છે. જોકે આ ફિલ્મમાં તેના હથોડાનો નાશ થાય છે. તેમ જ ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ની પણ આ ફિલ્મમાં એન્ટ્રી થાય છે અને તે પ્રેમપૂર્વક થૉરને સમજાવે છે. આ સાથે જ ઘણાં સમયથી ગાયબ હલ્ક પણ આ ફિલ્મમાં મળી આવે છે. થોરનો ભાઈ લોકીના હાથમાં ટેસરેક્ટ આવે છે અને તે આસ્ગાર્ડનો સર્વનાશ કરી નાખે છે.

    થૉર : રેગનારોક: થૉરની દરેક ફિલ્મમાં તેના પર અટૅક થાય છે અને તેની પાસેથી પાવર જતો રહે છે અને ફરી તે પાવર મેળવે છે. જોકે આ ફિલ્મમાં તેના હથોડાનો નાશ થાય છે. તેમ જ ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ની પણ આ ફિલ્મમાં એન્ટ્રી થાય છે અને તે પ્રેમપૂર્વક થૉરને સમજાવે છે. આ સાથે જ ઘણાં સમયથી ગાયબ હલ્ક પણ આ ફિલ્મમાં મળી આવે છે. થોરનો ભાઈ લોકીના હાથમાં ટેસરેક્ટ આવે છે અને તે આસ્ગાર્ડનો સર્વનાશ કરી નાખે છે.

    8/10
  • અવેન્જર્સ : ઇન્ફિનિટી વૉર: આ ફિલ્મમાં ઘણાં અવેન્જર્સને મૃત્યુ પામતાં બતાવવામાં આવ્યાં છે. ફિલ્મમાં સુપરવિલન થાનોસને દેખાડવામાં આવ્યો છે જેની પાસે તમામ ઇન્ફિનિટી સ્ટોન હોય છે. આ ફિલ્મના અંત સુધીમાં ઘણા સવાલો છે કે હૉકાય ક્યાં છે? ટૉની સ્ટાર્ક કેમ જીવિત છે? થાનોસ અને ગમોરા સામસામે આવશે? કૅપ્ટન માર્વલ શું કરી શકશે? આ તમામ સવાલોના જવાબ આજે રિલીઝ થઈ રહેલી ‘અવેન્જર્સ : એન્ડગેમ’માં આપવામાં આવ્યા છે. ‘એન્ડગેમ’ને પહેલાં ‘ઇન્ફિનિટી વૉર પાર્ટ ૨’ તરીકે પણ ઓળખવામાં આવતી હતી.

    અવેન્જર્સ : ઇન્ફિનિટી વૉર: આ ફિલ્મમાં ઘણાં અવેન્જર્સને મૃત્યુ પામતાં બતાવવામાં આવ્યાં છે. ફિલ્મમાં સુપરવિલન થાનોસને દેખાડવામાં આવ્યો છે જેની પાસે તમામ ઇન્ફિનિટી સ્ટોન હોય છે. આ ફિલ્મના અંત સુધીમાં ઘણા સવાલો છે કે હૉકાય ક્યાં છે? ટૉની સ્ટાર્ક કેમ જીવિત છે? થાનોસ અને ગમોરા સામસામે આવશે? કૅપ્ટન માર્વલ શું કરી શકશે? આ તમામ સવાલોના જવાબ આજે રિલીઝ થઈ રહેલી ‘અવેન્જર્સ : એન્ડગેમ’માં આપવામાં આવ્યા છે. ‘એન્ડગેમ’ને પહેલાં ‘ઇન્ફિનિટી વૉર પાર્ટ ૨’ તરીકે પણ ઓળખવામાં આવતી હતી.

    9/10
  • ઍન્ટમૅન ઍન્ડ ધ વેપ્સ: ‘ઍન્ટમૅન એન્ડ ધ વેપ્સ’ આ યુનિવર્સની છેલ્લી ફિલ્મ ‘એન્ડગેમ’ માટે ખૂબ જ મહત્વની છે. આ ફિલ્મમાં ક્વૉન્ટમ રેલ્મ વિશે જણાવવામાં આવ્યું છે. આ ક્વૉન્ટમ રેલ્મ થાનોસને મારવા માટે ખૂબ જ મહત્વનું છે એવી એક થિયરી છે. જોકે એ તો આખરે ‘એન્ડગેમ’ જોયા બાદ જ ખબર પડશે.

    ઍન્ટમૅન ઍન્ડ ધ વેપ્સ: ‘ઍન્ટમૅન એન્ડ ધ વેપ્સ’ આ યુનિવર્સની છેલ્લી ફિલ્મ ‘એન્ડગેમ’ માટે ખૂબ જ મહત્વની છે. આ ફિલ્મમાં ક્વૉન્ટમ રેલ્મ વિશે જણાવવામાં આવ્યું છે. આ ક્વૉન્ટમ રેલ્મ થાનોસને મારવા માટે ખૂબ જ મહત્વનું છે એવી એક થિયરી છે. જોકે એ તો આખરે ‘એન્ડગેમ’ જોયા બાદ જ ખબર પડશે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

‘અવેન્જર્સ: એન્ડગેમ’ની ખૂબ જ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. માર્વલ યુનિવર્સની આ 22મી ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા અવેન્જર્સનો અંત થઈ રહ્યો હોવાની ચર્ચા છે અને એથી જ આ ફિલ્મને ‘એન્ડગેમ’ નામ આપવામાં આવ્યું છે. માર્વલ સિરીઝને ફૉલો કરનાર વ્યક્તિ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. જોકે એવા પણ કેટલાક લોકો છે જેઓ આ ફિલ્મને જોવા માગે છે, પરંતુ તેમના માટે દરેક ફિલ્મ જોવી શક્ય નથી. ‘એન્ડગેમ’માં 2008 થી લઈને 2019 સુધીની તમામ ફિલ્મોની સ્ટોરીને કનેક્ટ કરવામાં આવી છે. જોકે આજે આપણે એવી જ કેટલીક ફિલ્મોની ચર્ચા કરીએ જે જોયા બાદ તમે ‘એન્ડગેમ’ જોઈ શકો છો અને તમારે 21 ફિલ્મો જોવાની જરૂર પણ નહીં રહે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK