Avengers Endgame:ભારતમાંસૌથી પહેલો રિવ્યુ,જાણો વિદેશી મીડિયાએ શું કહ્યુ

24 April, 2019 04:18 PM IST  |  મુંબઈ

Avengers Endgame:ભારતમાંસૌથી પહેલો રિવ્યુ,જાણો વિદેશી મીડિયાએ શું કહ્યુ

માર્વેલની મોસ્ટ અવેઈટેડ અને એવેન્જર્સ ફ્રેન્ચાઈઝીની ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ ભારતમાં શુક્રવારે રિલીઝ થઈ રહી છે. ફિલ્મ એડવાન્સ બુકિંગમાં જ રેકોર્ડ બનાવી ચૂકી છે. ભારતમાં માર્વેલના ફેન્સ આ ફિલ્મને લઈ ઉત્સાહિત છે. ત્યારે વિદેશમાં આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. વાંચો વિદેશી મીડિયાએ આ ફિલ્મને કેવો રિવ્યુ આપ્યો છે.

માર્વેલની અગાઉની 22 ફિલ્મો માટે એવેન્જર્સ એન્ડગેમ એક ફિનાલે સમાન છે. વિદેશમાં ફિલ્મ રિલીઝ થતાં જ તેના રિવ્યુ આવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. જો કે સ્પોઈલરથી બચવા માટે ફેન્સ સોશિયલ મીડિયા પર રિવ્યુ ટાળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લી ફિલ્મ ઈન્ફિનિટી વૉરમાં થેનોસ તમામ ઈન્ફિનિટી સ્ટોન્સ લઈને જતો રહે છે. જેને કારણે વિશ્વના 50 ટકા લોકોનું મૃત્યુ થઈ જાય છે. એવેન્જર્સ એન્ડ ગેમમાં હવે સુપરહીરોઝ પર બાકીના 50 ટકા લોકોને બચાવવાની જવાબદારી છે. સુપરહીરોઝે લોકોને બચાવવા માટે થેનોસને મારવો જરૂરી છે.

Indiatodayના અહેવાલ પ્રમાણે વિદેશી મીડિયા ફિલ્મને વખાણી રહ્યું છે. ક્રિટિક્સ કોન્સિયસ વેબસાઈટ Rotten Tomatoes ફિલ્મને એક્સાઈટિંગ અને ઈમોશનલી ઈમ્પેક્ટફુલ ગણાવી છે. ફિલ્મના રિવ્યુમાં લખાયું છે,'માર્વેલની એપિક ઈન્ફિનિટીની સ્ટોરીને સંતોષજનક એન્ડ આપવામાં આવ્યો છે. ફિલ્મ આવી જ હોવી જોઈતી હતી.

તો Chicago tribne લખ્યું છે,'ફિલ્મ શાનદાર છે. ફિલ્મ સીધી જ દિલને અડી જાય એવી છે. મગજનો ઉપયોગ કરવા જેવો નથી. ફિલ્મ રિયુનિયન અને છૂટા પડવાની ઘટનામાં લંબાય છે.' તો ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે,'જે છે એ સારુ છે. એન્ડગેમ એક એન્ડ માટે એક મોન્યુમેન્ટ સમાન છે.' તો હોીવુડ રિપોર્ટરે લખ્યું છે કે,'મોટા પ્રમામમાં ફિલ્મમાં એક્શન સિકવન્સ છે, જો કે તેની સાથે પાત્રોનો પોતાની સાથેનો સંઘર્ષ, શંકાઓ, પસ્તાવો પણ છે.'

આ પણ વાંચોઃ હેમંત ચૌહાણથી ઓસમાણ મીર સુધીઃએક સમયે આ કામ કરતા હતા જાણીતા ગુજરાતી સેલિબ્રિટિઝ

Polygon writersએ લખ્યું છે કે ફિલ્મ ઈન્ફિનિટી વૉરમાં જતી રહે છે, પરંતુ જાતે જ પાછી આવે છે. જો કે થિયેટરમાં 3 કલાક કાઢવા એ થોડું અઘરું છે. અને દરેક સુપરહીરોઝની ફિલ્મની જેમ ક્લાઈમેક્સ એક્શન મારધાડથી ભરપૂર છે, જેમાં ખીચડો દેખાઈ રહ્યો છે. પરંતુ દર્શકોને જે જોઈએ છે તે જ બતાવાયું છે.'

ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે લોસ એન્જલિસમાં એવેન્જર્સ એન્ડગેમનો પ્રીમિયર રખાયો હતો. જે બાદ વિદેશી મીડિયા ફિલ્મના રિવ્યુ કરી રહ્યું છે.

avengers the avengers avengers: age of ultron entertaintment