હેમંત ચૌહાણથી ઓસમાણ મીર સુધીઃએક સમયે આ કામ કરતા હતા જાણીતા ગુજરાતી સેલિબ્રિટિઝ

Published: Apr 23, 2019, 08:13 IST | Bhavin
 • હેમંત ચૌહાણ હેમંત ચૌહાણ, જેમના સૂર જ ગુજરાતી ભજનોનો પર્યાય બની ચૂક્યા છે. હજી આજે પણ ગુજરાતીઓના ઘરોમાં સવાર હેમંત ચૌહાણે ગાયેલા ભજનો સાથે જ પડે છે. જો કે બહુ ઓછા લોકોને ખબર છે કે જાણીતા ગાયક બનતા પહેલા હેમંત ચૌહાણ RTO ઈન્સ્પેક્ટર હતા.

  હેમંત ચૌહાણ

  હેમંત ચૌહાણ, જેમના સૂર જ ગુજરાતી ભજનોનો પર્યાય બની ચૂક્યા છે. હજી આજે પણ ગુજરાતીઓના ઘરોમાં સવાર હેમંત ચૌહાણે ગાયેલા ભજનો સાથે જ પડે છે. જો કે બહુ ઓછા લોકોને ખબર છે કે જાણીતા ગાયક બનતા પહેલા હેમંત ચૌહાણ RTO ઈન્સ્પેક્ટર હતા.

  1/9
 • વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મો અર્બન બની તે પહેલા અને અર્બન બન્યા બાદ પણ વિક્રમ ઠાકોરે પોતાના દમ પર ફિલ્મો હિટ કરાવી છે. તેમની ફિલ્મો જોવા માટે ટ્રેક્ટર ભરી ભરીને ચાહકો થિયેટર સુધી પહોંચતા હોવાના દાખલા છે. વિક્રમ ઠાકોર પણ અભિનેતા બનતા પહેલા કંઈક બીજું જ કામ કરતા હતા. વિક્રમ ઠાકોર મૂળ વાંસળી વાદક હતા. અને જાણીતા ગાયકોના કાર્યક્રમમાં વાંસળી વગાડતા હતા.

  વિક્રમ ઠાકોર

  ગુજરાતી ફિલ્મો અર્બન બની તે પહેલા અને અર્બન બન્યા બાદ પણ વિક્રમ ઠાકોરે પોતાના દમ પર ફિલ્મો હિટ કરાવી છે. તેમની ફિલ્મો જોવા માટે ટ્રેક્ટર ભરી ભરીને ચાહકો થિયેટર સુધી પહોંચતા હોવાના દાખલા છે. વિક્રમ ઠાકોર પણ અભિનેતા બનતા પહેલા કંઈક બીજું જ કામ કરતા હતા. વિક્રમ ઠાકોર મૂળ વાંસળી વાદક હતા. અને જાણીતા ગાયકોના કાર્યક્રમમાં વાંસળી વગાડતા હતા.

  2/9
 • માયાભાઈ આહીર આજે ગુજરાતી ડાયરો આ નામ વગર અધૂરો ગણાય છે. મોરારિબાપુની કથા હોય કે કાઠિયાવાડનો ડાયરો, માયભાઈ આહીરની હાજરી વગર તે સંપૂર્ણ થતો નથી. માયભાઈ લોકોને ખડખડાટ હસાવવાની કાબેલિયત ધરાવે છે. માયાભાઈની આજની સફળતા પાછળ તેમની મહેનત જવાબદાર છે. હાસ્ય કલાકાર બનતા પહેલા માયાભાઈ ડ્રાઈવર તરીકે કામ કરતા હતા.

  માયાભાઈ આહીર

  આજે ગુજરાતી ડાયરો આ નામ વગર અધૂરો ગણાય છે. મોરારિબાપુની કથા હોય કે કાઠિયાવાડનો ડાયરો, માયભાઈ આહીરની હાજરી વગર તે સંપૂર્ણ થતો નથી. માયભાઈ લોકોને ખડખડાટ હસાવવાની કાબેલિયત ધરાવે છે. માયાભાઈની આજની સફળતા પાછળ તેમની મહેનત જવાબદાર છે. હાસ્ય કલાકાર બનતા પહેલા માયાભાઈ ડ્રાઈવર તરીકે કામ કરતા હતા.

  3/9
 • પ્રફુલ દવે હેમંત ચૌહાણની જેમ જ પ્રફુલ દવેનું નામ ગર ઘરમાં જાણીતું છે. એક જમાનો હતો જ્યારે પ્રફુલ દવેએ ગાયેલા ગુજરાતી ગીતો જબરજસ્ત હિટ થઈ જતા હતા. ખાસ કરીને તેમના સ્વરે ગવાયેલો ગરબો મણિયારો સાંભળવા લોકોની ભીડ જામતી હતી. ગાયક બનતા પહેલા પ્રફુલ દવે વ્યવસાયે ડોક્ટર હતા.

  પ્રફુલ દવે

  હેમંત ચૌહાણની જેમ જ પ્રફુલ દવેનું નામ ગર ઘરમાં જાણીતું છે. એક જમાનો હતો જ્યારે પ્રફુલ દવેએ ગાયેલા ગુજરાતી ગીતો જબરજસ્ત હિટ થઈ જતા હતા. ખાસ કરીને તેમના સ્વરે ગવાયેલો ગરબો મણિયારો સાંભળવા લોકોની ભીડ જામતી હતી. ગાયક બનતા પહેલા પ્રફુલ દવે વ્યવસાયે ડોક્ટર હતા.

  4/9
 • ઓસમાણ મીર મારું મન મોર બની થનગાટ કરે આ ગીત સાથે લોકપ્રિય થઈ જનાર ઓસમાણ મીર હવે બોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. મજબૂત અવાજ સાથે સૂરોની રમઝટ બોલાવતા ઓસમાણ મીર માટે પણ ગાયકી મુખ્ય કામ નહોતું. ગાયક બનતા પહેલા ઓસમાણ મીર તબલચી હતા.

  ઓસમાણ મીર

  મારું મન મોર બની થનગાટ કરે આ ગીત સાથે લોકપ્રિય થઈ જનાર ઓસમાણ મીર હવે બોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. મજબૂત અવાજ સાથે સૂરોની રમઝટ બોલાવતા ઓસમાણ મીર માટે પણ ગાયકી મુખ્ય કામ નહોતું. ગાયક બનતા પહેલા ઓસમાણ મીર તબલચી હતા.

  5/9
 • સાંઈરામ દવે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેને સાંભળવા લોકો લાઈન લગાવે છે. સાંઈરામના જોક્સ વ્હોટ્સ એપમાં વાઈરલ થાય છે. જો કે સાંઈરામ પણ મૂળ હાસ્ય કલાકાર નથી. તેઓ એન્જનિયરિંગનું શિક્ષણ લઈ ચૂક્યા છે. અને શિક્ષક તરીકે કામ કરી ચૂક્યા છે.

  સાંઈરામ દવે

  ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેને સાંભળવા લોકો લાઈન લગાવે છે. સાંઈરામના જોક્સ વ્હોટ્સ એપમાં વાઈરલ થાય છે. જો કે સાંઈરામ પણ મૂળ હાસ્ય કલાકાર નથી. તેઓ એન્જનિયરિંગનું શિક્ષણ લઈ ચૂક્યા છે. અને શિક્ષક તરીકે કામ કરી ચૂક્યા છે.

  6/9
 • શાહબુદ્દીન રાઠોડ શાહબુદ્દીન રાઠોડ આ નામ એવું છે, જેમણે ગુજરાતીઓને હાસ્ય કલાકારોમાં રસ લેતા કર્યા. શાહબુદ્દીન રાઠોડના કાર્યક્રમોએ જ નવા હાસ્ય કલાકારોને વ્યવસાય તરીકે અપનાવવા પ્રોત્સાહિત કર્યા. શાહબુદ્દીન રાઠોડ પણ હાસ્ય કલાકાર બનતા પહેલા શિક્ષક અને આચાર્ય રહી ચૂક્યા છે.

  શાહબુદ્દીન રાઠોડ

  શાહબુદ્દીન રાઠોડ આ નામ એવું છે, જેમણે ગુજરાતીઓને હાસ્ય કલાકારોમાં રસ લેતા કર્યા. શાહબુદ્દીન રાઠોડના કાર્યક્રમોએ જ નવા હાસ્ય કલાકારોને વ્યવસાય તરીકે અપનાવવા પ્રોત્સાહિત કર્યા. શાહબુદ્દીન રાઠોડ પણ હાસ્ય કલાકાર બનતા પહેલા શિક્ષક અને આચાર્ય રહી ચૂક્યા છે.

  7/9
 • મોરારિબાપુ મોરારિ બાપુનું નામ ભાગ્યે જ કોઈ ગુજરાતીથી અજાણ્યું હશે. કથાકાર મોરારિબાપુના મુખે રામમાનસ સાંભળવાનો લ્હાવો લેવાનું લોકો ચૂક્તા નથી. મોરારિબાપુ પણ કથાકાર બનતા પહેલા શિક્ષક રહી ચૂક્યા છે.

  મોરારિબાપુ

  મોરારિ બાપુનું નામ ભાગ્યે જ કોઈ ગુજરાતીથી અજાણ્યું હશે. કથાકાર મોરારિબાપુના મુખે રામમાનસ સાંભળવાનો લ્હાવો લેવાનું લોકો ચૂક્તા નથી. મોરારિબાપુ પણ કથાકાર બનતા પહેલા શિક્ષક રહી ચૂક્યા છે.

  8/9
 • રણજીત વાંક આ લોકસાહિત્યકાર પણ પોતાની બોલી, પોતાની કલા સાથે લોકપ્રિય બની રહ્યા છે. ખાસ કરીને લોકવાર્તા અને લોકસાહિત્ય રજૂ કરવાની તેમની શૈલી તેમને લોકપ્રિય બનાવી રહી છે. રણજીત વાંક પણ લોકસાહિત્યકાર બનતા પહેલા આયુર્વેદિક ડૉક્ટર હતા.

  રણજીત વાંક

  આ લોકસાહિત્યકાર પણ પોતાની બોલી, પોતાની કલા સાથે લોકપ્રિય બની રહ્યા છે. ખાસ કરીને લોકવાર્તા અને લોકસાહિત્ય રજૂ કરવાની તેમની શૈલી તેમને લોકપ્રિય બનાવી રહી છે. રણજીત વાંક પણ લોકસાહિત્યકાર બનતા પહેલા આયુર્વેદિક ડૉક્ટર હતા.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

હેમંત ચૌહાણ હોય કે પ્રફુલ દવે, વિક્રમ ઠાકોર હોય કે સાંઈરામ દવે, ગુજરાતના આ એવા કલાકારો છે, જે ગુજરાતીઓના દિલ પર રાજ કરે છે. જો કે રસપ્રદ વાત એ છે કે પોતાની કલાથી ગુજરાતીઓને ઘેલું લગાડનાર કલાકારોનો પહેલો વ્યવસાય આ નહોતો. જાણો શું કરતા હતા ગુજરાતી કલાકારો  (Image Courtesy:Google, Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK