Gulabo Sitabo Review:ગુલાબો સિતાબોમાં 2વાનરની લડાઇમાં બિલાડીએ મારી બાજી

12 June, 2020 02:43 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Gulabo Sitabo Review:ગુલાબો સિતાબોમાં 2વાનરની લડાઇમાં બિલાડીએ મારી બાજી

ગુલાબો સિતાબો

શૂજિત સરકાર અને જૂહી ચતુર્વેદી જ્યારે પણ એક સાથે ફિલ્મ લઈને આવે છે તો સ્ટોરીમાં કંઇક નવીનતા હોય જ છે. પછી 'ગુલાબો સિતાબો'માં જે અંદાજમાં સ્ટોરીને કહેવામાં આવ્યું છે, આ પોતાનામાં જ વખાણવા લાયક છે. ફિલ્મની સ્ટોરી ખૂબ જ સટીક અને નવી, ડાયરેક્શન એકદમ ચોક્કસ અને ઍક્ટિંગ અવ્વલ દરજ્જાની છે. આ રીતે અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની જુગલબંદીમાં ફારૂક ઝફરની એન્ટ્રી દિલ જીતી લે તેવી છે. ફિલ્મ જોઇને એ વાત ધ્યાનમાં આવી જાય છે કે વાનરોની લડાઇમાં બિલાડી ફાયદો લઈ જાય.

'ગુલાબો સિતાબો'ની સ્ટોરી મિર્ઝા અને બાંકેની છે. બાંકે ભાડું નથી આપતો અને મિર્ઝા તેને પરેશાન કરી દે છે. આ બન્નેની નોકઝોંક ચાલતી રહે છે, અને ત્યાં જ મિર્ઝા તે હવેલી વેચવાનો નિર્ણય લે છે. પણ હવેલી મિર્ઝાની બેગમ ફાતિમા ઉર્ફે ફત્તો (ફારૂક ઝફર)ની છે. મિર્ઝા હવેલીને પોતાના નામે કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાં, પુરાતત્વ વિભાગવાળાનું ધ્યાન પણ મિર્ઝાની હવેલી પર પડે છે તો ત્યાં મિર્ઝા બિલ્ડરને પોતાની હવેલી વેચી પણ દે છે. પણ ફાતિમા ઉર્ફ ફત્તો કંઇક એવા ઝખમ મિર્ઝાને આપે છે, જે ફિલ્મની આખી ટોન જ બદલી દે છે. આ રીતે આયુષ્માન અને મિર્ઝા જોતાં રહી જાય છે અને ફાયદો કોઇક અન્ય જ લઈ જાય છે.

'ગુલાબો સિતાબો'માં અમિતાભ બચ્ચન મિર્ઝાના રોલમાં કંઇક એવી રીતે ખોવાઇ જાય છે કે તે ભૂલી જાય છે કે ઍક્ટિંગ કરે છે. તો આયુષ્માન ખુરાના આ રીતના પાત્રો ભજવવામાં માહેર છે. પણ ફારૂક ઝફરનું પાત્ર અને ઍક્ટિંગ બન્ને જ અવ્વલ છે. સપોર્ટિંગ રોલમાં બિજેન્દ્ર કાલા અને વિજય રાજે પણ સારું કામ કર્યું છે. પણ ફિલ્મનો જીવ તેની સ્ટોરી અને ડાયરેક્શન બન્ને છે. અમેઝૉન પ્રાઇમ વીડિયોની 'ગુલાબો સિતાબો' ઘર બેઠાં ક્વૉલિટી એન્ટરટેઇન્મેન્ટનો પરફેક્ટ ડૉઝ છે.

bollywood amitabh bachchan ayushmann khurrana bollywood gossips