Tanhaji Movie Review: સૈફ અને અજયનો ધમાકેદાર અભિનય, મળ્યા આટલા સ્ટાર...

13 January, 2020 04:21 PM IST  |  Mumbai Desk | Parag Chhapekar

Tanhaji Movie Review: સૈફ અને અજયનો ધમાકેદાર અભિનય, મળ્યા આટલા સ્ટાર...

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારતીય ઇતિહાસ પર ફિલ્મ બનાવનારા સંજય લીલા ભણસાલી અને આશુતોષ ગોવારિકર સિવાય પૂછવામાં આવે તો ખૂબ જ વિચાર્યા પછી કદાચ જ એકાદ-બે નામ વધું નીકળે. આનું સૌથી મોટું કારણ એ છે કે ઐતિહાસિક ફિલ્મો બનાવવા ચણાં ચાવવા જેવું તો નથી.

ઘણી રિસર્ચ અને તનતોડ મહેનત પછી તે જગત ઊભું થાય છે, જેને ફિલ્મમાં બતાલલામાં આવે છે. તેથી ઐતિહાસિક ફિલ્મો બનાવવાની જવાબદારી કેટલાક જ ફિલ્મમેકર લઈ શકતા હોય છે. આ પરંપરામાં સામેલ થયા છે 3 ફિલ્મો કરી ચૂકેલા નિર્દેશક ઓમ રાઉત, જેમણે અજય દેવગન, સૈફ અલી ખાન અને કાજોલ જેવા સિતારાઓ સાથે તાનાજી-ધ અનસંગ વૉરિયરનું નિર્દેશન કર્યું છે.

છત્રપતિ શિવાજી મહારાજના બાળપણના મિત્ર તાનાજીના જીવન પર આધારિત આ ફિલ્મ નિર્દેશક ઓમ રાઉતે જે કુશળતાથી બનાવી છે, તેની માટે તેને ખરેખર વધામણી આપવા યોગ્ય છે. અજય દેવગન, સૈફ અલી ખાન અને કાજોલ જેવા સિતારાઓ સાથે, સેંકડો જૂનિયર આર્ટિસ્ટ સાથે, જબરજસ્ત સેટ્સ, સ્પેશિયલ ઇફેક્ટ્સને એક સાથે હેન્ડલ કરવું કોઇ સામાન્ય કામ નથી, પણ ઓમ રાઉત આ બધાં જ ફ્રન્ટ પર ફક્ત સફળ જ નથી થયો પણ કુશળતા પણ મેળવી છે

એક નિર્દેશક તરીકે તેને 100માંથી 100 નંબર આપી શકાય છે. તાનાજીના પાત્રમાં અજય દેવગન એક અલગ જ અંદાજમાં દેખાય છે. પહેલી ફ્રેમથી છેલ્લે સુધી અજય દેવગનની ઝલક દેખાતી નથી. દેખાય છે તો ફક્ત તાનાજી. તો કાજોલ (સાવિત્રી)ની હાજરી દ્રશ્યની સુંદરતામાં વધારો કરે છે. એક અભિનેત્રી તરીકે દરેક નાનામાં નાનું દ્રશ્ય પણ કાજોલ પોતાના નામે કરી લેવામાં પાછળ રહેતી નથી.

ઉદયભાન બનેલા સૈફ અલી ખાન ઉલ્લેખનીય પર્ફોર્મન્સ આપી જાય છે. દરેક દ્રશ્યમાં તેનું અભિનેતા હોવાનું પ્રમાણ તેની એક્ટિંગ આપી દે છે. આ સિવાય છત્રપતિ શિવાજી મહારાજ બનેલા શરદ કેલકર પણ પ્રભાવશાલી લાગે છે. અન્ય કલાકારો પણ પોત-પોતાના પાત્રમાં ન્યાય સંગત દેખાય છે.

આ પણ વાંચો : તમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોસ?

કુલ મળીને કહીએ તો એ ખોટું નથી કે તાનાજી એક ભવ્ય અને મનોરંજક ફિલ્મ છે જેને જોતા ઇતિહાસની ગૌરવશાળી પરંપરાનું જ્ઞાન થાય છે સાથે જ આપણાં ઇતિહાસના શૂરવીરોની ગૌરવ ગાથાનો પણ ખ્યાલ આવે છે. આ ભવ્ય ઐતિહાસિક ફિલ્મના સાક્ષી બની તમે પણ નિરાશ તો નહીં જ થાઓ.

કલાકાર - અજય દેવગન, કાજોલ, સૈફ અલી ખાન, શરદ કેલકર વગેરે

નિર્દેશક - ઓમ રાઉત

નિર્માતા - અજય દેવગન, ભૂષણ કુમાર

વર્ડિક્ટ- ****1/2 (સાડા ચાર સ્ટાર)

bollywood movie review bollywood news bollywood ajay devgn saif ali khan kajol tanhaji: the unsung warrior