Super 30 Movie Review:Hrithik Roshanના ટીચર અવતારને આટલા સ્ટાર

11 July, 2019 10:33 AM IST  |  મુંબઈ | પરાગ છાપેકર

Super 30 Movie Review:Hrithik Roshanના ટીચર અવતારને આટલા સ્ટાર

બોલીવુડમાં ચાલી રહેલા બાયોપિકની પરંપરાને આગળ વધરતા દર્શકો માટે હ્રિતિક રોશન અને મૃણાલ ઠાકુરની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ Super 30 રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ બિહારના એવા દ્રોણાચાર્યની સ્ટોરી છે, જેણે અર્જુન નહીં પરંતુ એકલવ્યને મહાન બનાવ્યા. બિહારના જીનિયર ગણિત શાસ્ત્રી અને ટીચર આનંદકુમાર, જે પોતાનું શાનદાર કરિયર છોડીને પોતાના પ્રેમને કુબરાન કરીને 30 એવા બાળકોને IIT માટે તૈયાર કરે છે, જેમની પાસે કોઈ જ સુવિધા નથી. આ ફિલ્મ તેની જ સ્ટોરી કહે છે.

70ના દાયકામાં અમિતાભ બચ્ચના ઉદય સાથે એંગ્રી યંગ મેનનો યુગ શરૂ થયો. જેમાં એંગ્રી યંગ મેન ગરીબ હોવા છતાંય પૈસાદાર લોકોને હરાવતા હતા. બોલીવુડ માટે આ ફોર્મ્યુલા હંમેશા હિટ રહ્યો છે. પૈસાદાર લોકો સામે ગરીબો જેટલા જીતે છે, એટલી જ કમાણી વધુ થાય છે. આ જ ફોર્મ્યુલા Super 30ને એક સફળ ફિલ્મ બનાવશે.

ડિરેક્ટર વિકાસ બહલે આ ફિલ્મની કમાન પોતાની પાસે જ રાખી છે. ફિલ્મના દરેક દ્રશ્યમાં આનંદકુમારની જિંદગીની કડવી હકીકત, તે સુંદર રીતે દર્શાવે છે. આનંદના દુખે તમે દુઃખી થાવ છો અને તેની સફતા પર પોતાની સફળતા જેટલા જ ખુશ થાવ છો. એક ડિરેક્ટર માટે આનાથી મોટી કોઈ સફળતા નથી.

એક્ટિંગની વાત કરીએ તો ભારતીય સિનેમાના ગ્રીક ગોડ તરીકે જાણીતા હ્રિતિક રોશન પહેલીવાર આટલા ડીગ્લેમ અવતારમાં દેખાયા છે, જો કે તેમાં પણ હ્રિતિક રોશન સંપૂર્ણ સફળ રહ્યા છે. જો કે ક્યાંક ક્યાંક તેના બિહારી લહેકામાં દોષ દેખાય છે, પરંતુ એક્ટિંગ સામે તેને નજરઅંદાજ કરી શકાય. મૃણાલ ઠાકુર પાસે લાંબો રોલ તો નહોતો, પરંતુ જેટલીવાર તે સ્ક્રીન પર ાવે છે, એટલીવારમાં તે સાબિત કરી શકે છે કે તેની પાસે ટેલેન્ટનો ભંડાર છે.

આ પણ વાંચોઃ Jonita Gandhi: મૂળ ગુજરાતી છે આ ગ્લેમરસ યુટ્યુબ સ્ટાર અને બોલીવુડ સિંગર

આ ઉપરાંત વીરેન્દ્ર સક્સેના, અમિત શાહ જેવા કલાકારોની એક્ટિંગ પણ સારી છે. આનંદકુમારના 30 સ્ટુડન્ટ બનેલા તમામ એક્ટર્સની એક્ટિંગ નેચરલ છે. તો ફિલ્મની સિનેમેટોગ્રાફી અને સ્ટોરી પણ સારી લખાઈ છે. ફિલ્મ એકવાર તો જોવી જ જોઈએ.

મિડ ડે મીટરઃ 5માંથી 3.5 સ્ટાર

movie review hrithik roshan bollywood vikas bahl entertaintment