Shubh Mangal Zyada Saavdhan Movie Review:જાણો કેવી છે ફિલ્મ...

22 February, 2020 03:35 PM IST  |  Mumbai Desk | Parag Chhapekar

Shubh Mangal Zyada Saavdhan Movie Review:જાણો કેવી છે ફિલ્મ...

'શુભ મંગલ જ્યાદા સાવધાન' ભારતીય સિનેમામાં એક મીલનું પત્થર સાબિત થશે. આ પેહલી વાર છે જ્યારે કમર્શિયલ સિનેમાના જૂનમાં પુરુષોના સમલૈગિંક પ્રેમ પર કોઇ ફિલ્મ બની રહી છે. કોર્ટે સમલૈગિંક સંબંધો પર કાયદો લાગૂ પાડી દીધો છે પણ ભારતીય સમાજમાં આ પ્રકારના સંબંધોનો સ્વીકાર કેટલો મુશ્કેલ છે તેનો ઉલ્લેખ શુભ મંગલ જ્યાદા સાવધાન કરે છે.

આ સ્ટોરી છે વારાણસીમાં રહેતાં ત્રિપાઠી પરિવારની જે એક મધ્યમવર્ગીય સંયુક્ત પરિવાર છે. જેમાં અમનનો ઉછેર થયો છે અને એવામાં અમનને થઈ જાય છે કાર્તિક સાથે પ્રેમ. અને જ્યારે આ વાત ઘરના લોકોને ખબર પડે છે ત્યારે સંપૂર્ણ પરિવાર ડઘાઇ જાય છે. તેના પછી શું થાય છે તે આ સ્ટોરી છે શુભ મંગલ જ્યાદા સાવધાનની.

નિર્દેશક હિતેશ કેવલ લેએ આ સંવેદનશીલ મુદ્દાને ખૂબ જ સુંદર રીતે અને મનોરંજન સાથે સમજાવવામાં આવ્યું છે. તેની પકડ ફિલ્મના દરેક દ્રશ્યમાં સ્પષ્ટ દેખાય છે. આ ફિલ્મ બનાવવી પોતાનામાં જ ઘણો મોટો પડકાર હતો જેમાં હિતેશ સંપૂર્ણપણે સફળ રહ્યા છે. જે રીતે તેણે ફિલ્મની સ્ટોરી સ્ક્રીનપ્લે અને સંવાદ લખ્યા છે તે ખૂબ જ ફૂલપ્રૂફ હતા.

પિતાના પાત્રમાં ગજરાજ રાવ અભિનયની એક અલગ ઉંચાઇએ પહોંચે છે તો નીના ગુપ્તા તેમનો સાથ આપવામાં ક્યાંય પાછળ રહેતી નથી. આયુષ્માન ખુરાના જેવા સિતારાઓ સમાજના આ દબાયેલા છૂપાયેલા વિષય પર કામ કરવા માટે તૈયાર થઈ ગયા આ માટે તે વધામણીના હકદાર છે. કાર્તિકના પાત્રમાં તેણે જે રીતે પર્ફોર્મ કર્યું છે સલામીને હકદાર છે. અમનના પાત્રમાં જીતૂ કુમાર પણ તમારું મન જીતી લે છે.

આ પણ વાંચો : મલ્હાર ઠાકરઃ ગુજરાતી છોકરીની મમ્મીને તરત ગમી જાય એવો છોકરો

કુલ મળીને શુભ મંદલ જ્યાદા સાવધાન એક એવી ઐતિહાસિક ફિલ્મ છે જે ન તો ફક્ત આ સંવેદનશીલ મુદ્દા પર વાત કરે છે સાથે સાથે મનોરંજન પણ પૂરું પાડે છે. જો કે, સેન્સર બોર્ડે આ ફિલ્મને સર્ટિફિકેટ આપી દીધું છે પણ પ્રકૃતિ પ્રદત વિષય પર આખા સમાજે શિક્ષિત થવું જરૂરી છે જે કદાચ સમય સાથે જ શક્ય થઈ શકશે.

રેટિંગ : 4 સ્ટાર

shubh mangal saavdhan ayushmann khurrana bollywood bollywood news bollywood movie review