Panga Movie Review: જયાના પાત્રમાં છવાઇ કંગના રણૌત, મળ્યા આટલા સ્ટાર...

24 January, 2020 02:04 PM IST  |  Mumbai Desk | Parag Chhapekar

Panga Movie Review: જયાના પાત્રમાં છવાઇ કંગના રણૌત, મળ્યા આટલા સ્ટાર...

સરળ ફિલ્મ બનાવવું સૌથી મુશ્કેલ કામ હોય છે, જેમાં ચમક ધમક ન હોય, જેમાં ચોંકાવનારી ટેક્નોલોજીના ઝાકઝમાળ ન હોય, પણ કોન્ટેન્ટ એટલું બધું પ્રકાશ પાથરનારું હોય, કે જેથી બધું જ સ્પશ્ટ દેખાઇ આવે. ખરેખર આટલી સરળ ફિલ્મ બનાવવી સૌથી મુશ્કેલ કામ છે. કદાચ એટલા માટે ઋષિકેશ મુખર્જી જેવા ફિલ્મકારો આજે અમર માનવામાં આવે છે.

પંગા તે જ પરંપરાને આગળ વધારે છે. આ સ્ટોરી સામાન્ય મધ્યમવર્ગના સરકારી પરિવારના પરિવેશમાં ઊભી કરવામાં આવી છે. જયા (કંગના રણૌત) અને પ્રશાંત (જસ્સી ગિલ) દીકરા આદી (યોગ્ય ભસીન) સાથે ભોપાળના રેલ્વે ક્વૉટરમાં રહે છે. જયા રેલવેમાં નોકરી કરે છે. પ્રવાસીઓને ટિકિટ આપવી તે તેનું કામ છે. રેલવેમાં નોકરી એટલા માટે મળી કારણકે તે કબડ્ડીમાં નેશનલ ટીમની કૅપ્ટન રહી છે. દેશ માટે ઘણાં બધાં મેડલ જીતી ચૂકી છે. પણ લગ્ન પછી ઘર-પરિવાર બાળકો અને નોકરીમાં ખોવાઇ ગઈ.

એક ઇમોશનલ દ્રશ્ય બાદ દીકરો આદી આ વાતની જીદ પકડી લે છે કે, તેની માતાએ કમબૅક કરવું જોઇએ. અને બાળહઠ પૂરી કરવા માતા-પિતા આ ડ્રામાને અંજામ આપવા લાગી જાય છે. આગળ શું થાય છે, આ તેના જ તાણાં-વાણાંમાં ગુંથાયેલી છે પંગા. અભિનયની વાત કરીએ તો જયાના પાત્રમાં કંગના સંપૂર્ણપણે છવાઇ જાય છે. એક મધ્યમવર્ગીય મહિલા, તેની મજબૂરી, તેના સપનાં, તેનો ભૂતકાળ, તેની ઝીણવટતા કંગનાએ જે રજૂ કરી છે, તે ખરેખરે વખાણ કરવા યોગ્ય છે.

પંજાબના સ્ટાર જસ્સી ગિલ પ્રશાંતના પાત્રમાં લોકોના મનમાં વસી જાય છે. જે રીતે તેણે પ્રશાંતને ભજવ્યું છે, તેની સાથે પ્રેમ થઈ જાય છે. રિચા ચડ્ઢા એક અલગ જ ફૉર્મમાં દેખાય છે. જો કે, તે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નથી, પણ તેની ફિલ્મોગ્રાફીમાં આ ફિલ્મનો ઉલ્લેખ હંમેશાં કરવામાં આવશે. સૌથી ઉલ્લેખનીય રહ્યું છે ભસીનું પાત્ર. છોટા પેકેટ બડા ધમાકા. 10 વર્ષની જેમ તે પડદા પર પર્ફોર્મ કરે છે, લાગતું જ નથી કે અભિનય કરી રહ્યો છે.

જયાની માતા બનેલી નીના ગુપ્તાનું પાત્ર લાંબુ નથી, પણ તેની ઉપસ્થિકિ દ્રશ્યની મક્કમતા વધારી દે છે. અન્ય કલાકારોનું પ્રદર્શન પણ ઉલ્લેખનીય રહ્યું. કુલ મળીને પંગા આખા દેશની મહિલાઓની સ્ટોરી છે, જે પોતાનું કરિઅર અને ભવિષ્ય છોડીને ઘર-પરિવારની ચક્કીમાં પિસાઇ જાય છે અને ઉફ સુદ્ધાં નથી કરતી. આ ફિલ્મ જોયા પછી આશા રાખી શકાય છે કે જે મહિલાઓ કામ પર પાછા ફરવાના સપનાંઓ મનમાં રાખી બેઠી છે, તે તેના પર છોડું વધારે ધ્યાન આપશે અને સાથે જ તેમનું પરિવાર પણ ક્યાંક ને ક્યાંક વિચારવા પર મજબૂર થશે.

નિર્દેશક અશ્વિની અય્યર તિવારીએ પોતાનું કામ ખૂબ જ સારી રીતે કર્યું છે. નિલ બટે સન્નાટા અને બરેલી કી બર્ફી જેવી વખણાયેલી ફિલ્મો બનાવનારી અશ્વિનીએ ફરી એક વાર સાબિત કર્યું કે મોટી વાતોને સરળતાથી પડદા પર કેવી રીતે રજૂ કરી શકાય છે.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

વિચાર ખૂબ જ મોટો છે, પણ આશા તો કરી જ શકાય છે. તેથઈ પંગા ફક્ત એક મનોરંજક ફિલ્મ નથી, સાથે જ પ્રેરણાદાયક પણ છે. આ ફિલ્મ જરૂર જોવી જોઇએ.

કલાકાર- કંગના રણૌત, જસ્સી ગિલ, નીના ગુપ્તા, રિચા ચડ્ઢા, યોગ્ય ભસીન આદી

નિર્દેશક - અશ્વિની અય્યર તિવારી

નિર્માતા - ફૉક્સ સ્ટાર સ્ટૂડિયોઝ

નિષ્કર્ષ - ****(ચાર સ્ટાર)

bollywood kangana ranaut bollywood news bollywood movie review