Movie Review : RJ મહેકે ગોડઝિલાને આપ્યા આટલા સ્ટાર

01 June, 2019 02:42 PM IST  |  | RJ મહેક

Movie Review : RJ મહેકે ગોડઝિલાને આપ્યા આટલા સ્ટાર

ગોડ્ઝિલા

તાજેતરમાં જ રિલીઝ થયેલી હોલીવુડ ફિલ્મોએ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી છે ત્યારે વધુ એક હોલીવુડ ફિલ્મ બોક્સ ઑફિસ પર આજે રિલીઝ થઇ છે ગોડઝિલા. તો ચાલો જાણીએ આરજે મહેકને કેવી લાગી ફિલ્મ અને તેણે ગોડ્ઝિલાને આપ્યા કેટલા સ્ટાર્સ.

આરજે મહેક કહે છે કે મોન્સ્ટર ફિલ્મો જોવાનો પોતાનો જ એક અલગ આનંદ હોય છે અને તે જોવા જનારા લોકો પણ એવી આશા સાથે જ જતાં હોય છે અને તેવી જ આશા સાથે આ ફિલ્મ જોવા ગઇ હતી આરજે મહેક.

આ ફિલ્મ જોતાં આરજે મહેકે જે અનુભવ કર્યો તે તેણે ગુજરાતી મિડડે સાથે શેર કરતાં જણાવ્યું કે ફિલ્મ અસામાન્ય બનતાં બનતાં રહી ગઇ અને ફિલ્મમાં આવતાં દ્રશ્યોએ તેને બનાવી દીધી એક સામાન્ય ફિલ્મ.

આખરે લશ્કર લડે છે ક્યાં?
ફિલ્મ વિશે જણાવતાં તેણે કહ્યું કે શરૂઆતમાં તો લગભગ અડધા કલાક સુધી તમને એ પણ ખબર ન પડે કે જે ફિલ્મ તમે જોઇ રહ્યા છો તેમાં જે લશ્કર લડાઇ કરે છે તે સ્થળ કયું છે, એટલે કે લશ્કર ક્યાં લડી રહ્યું છે તે જ ખબર ન પડે. તેમ છતાં તમે ફિલ્મ જોવાનો સાહસ કરો પણ એ કરતાં કરતાં ઑડિયન્સ એમ તો કહી જ દે કે ભાઇ સીધે પોઇન્ટ પે આઓના..... આખિર કહેના ક્યા ચાહતે હો.... એટલું જ નહીં આર જે મહેકને તો ફિલ્મના સુપર હિરોઝ પોતે જ જાણે ડરેલા ગભરાયેલા હોય તેવા લાગે છે તેમનામાં કોઇ ઉત્સાહ જ નથી. ક્યાંક તો વળી આરજે મહેકને એમ કહેવાનું મન થઇ જાય કે ભાઇ તમને પેમેન્ટ તો મળ્યું છે ને??

આ પણ વાંચો : Movie Review: RJ મહેકને આવી લાગી છે 'દે દે પ્યાર દે'

VFX સાધારણ કોમિક્સ જેવા છે
ફિલ્મમાં ગોડઝિલાનો હુંકાર પહેલા પહેલા તો ગમે પણ પછી ઘોંઘાટ લાગવા માંડે છે. VFX પણ સાધારણ, કોઇ કોમિક્સ જેવી લાગે. એટલે આજ કાલના સ્માર્ટ ફોનના જમાનામાં આપણને ભાગ્યે જ ગમે એવી. એટલે ઑલ એન્ડ ઑલ તમે ગોડઝિલા કિંગ્સ ઓફ ધ મોન્સ્ટર સ્કીપ કરી શકો અને ક્રિકેટની સીઝન જામી છે એની મજા લઇ શકો.

ફિલ્મને કેટલા સ્ટાર્સ?
આ ફિલ્મને આર જે મહેક આપે છે પાંચમાંથી 2.5 સ્ટાર્સ...

hollywood film review hollywood news