Malaal Movie Review:બે નવા એક્ટર્સની પહેલી ફિલ્મ, મળ્યા આટલા સ્ટાર

05 July, 2019 05:06 PM IST  |  મુંબઈ | પરાગ છાપેકર

Malaal Movie Review:બે નવા એક્ટર્સની પહેલી ફિલ્મ, મળ્યા આટલા સ્ટાર

મોટા ભાગની ફિલ્મોની સ્ટોરી બે યંગસ્ટર્સ વચ્ચે લવ સ્ટોરી પર આધારિત હોય છે. મલાલની સ્ટોરી પણ કંઈક એવી જ છે. પરંતુ આ ફિલ્મ તમને 90ના દાયકામાં આવેલી ફિલ્મોની યાદ અપાવશે. તે જૂની ફિલ્મોની લવ સ્ટોરી જેને બધાને જ જોવી ગમે છે. ડિરેક્ટર મંગેશ હડાવલેએ પોતાની સ્ટોરીનો બેક ડ્રોપ 90ઝની ફિલ્મોનો રાખ્યો છે, જેમાં ટાઈટેનિક અને હમ દિલ દે ચુકે સનમ જેવી પિલ્મોના પોસ્ટર પણ જોવા મળે છે. આ ફિલ્મથી જાણીતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ભાણી શર્મિન સહેગલ અને જાવેદ જાફરીનો પુત્ર મિઝાન જાફરી બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે.

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો 90ના દાયકાના બેક ડ્રોપ પર આધારિત આ ફિલ્મનો પહેલો હાફ રસપ્રદ છે. ફિલ્મ તે સમયના હિસાબે ચાલની સ્ટોરી છે. જેમાં બે યંગસ્ટર્સ વચ્ચે પ્રેમ દર્શાવાયો છે. ફિલ્મની સ્ટોરી સાથે દર્શકો કનેક્ટ થાય છે, સ્ક્રીન પ્લે જબરજસ્ત છે. પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મ થોડી સ્લો થઈ જાય છે. આવી સ્ટોરીઝ આપણે બોલીવુડની સંખ્યાબંધ ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ. જેમાં પૈસાદાર અને ગરીબ વચ્ચે પ્રેમ થાય છે, કે પછી જાતપાત પ્રેમના દુશ્મન બને છે. મલાલમાં પણ કંઈક આવું જ જોવા મળે છે. મલાલમાં બતાવાયું છે કે કેવી રીતે ચૉલમાં રહેતો ટપોરી અને બદમાશ છોકરા શિવાને ત્યાં રહેવા આવતી યુવતી આસ્થા ચૌધરી સાથે પ્રેમ થઈ જાય છે. પરંતુ તેમનું બેકગ્રાઉન્ડ તેમનું દુશ્મન બને છે. શિવા ચૉલમાં રહે છે તો આસ્થા પૈસાદાર ઘરની દિકરી છે. પરંતુ શિવાનો પરિવાર પણ ક્યારે પૈસાદાર હતો જો કે આર્થિક નુક્સાનને કારણે તેમના પરિવારની સ્થિતિ ખરાબ થઈ ગઈ. શરૂઆતમાં બંને વચ્ચે તકરાર થાય છે, પરંતુ શું પાછળથી તે બંને એકબીજાને અપનાવે છે ? શું બંને વચ્ચે પ્રેમ થાય છે ? આ તમામ સવાલોના જવાબ માટે ફિલ્મ જોવી પડશે.

આ પણ વાંચોઃ અંજના બાપટઃ આ પ્લસ સાઈઝ મોડેલ અને બેલી ડાન્સર છે પ્રેરણા સમાન

આ ફિલ્મથી ડેબ્યુ કરી રહેલા મિઝાન જાફરી અને શર્મિન સહેગલનું પર્ફોમન્સ શાનદાર છે. ફિલ્મમાં બંનેની એક્ટિંગ જોઈને કહી શકાય કે બોલીવુડને બે નવા સારા કલાકાર મળ્યા છે, જેમની પાસેથી આગળ સારા કામની આશા રાખી શકાય છે.

મિડ ડે મીટર- 5માંથી 3 સ્ટાર

bollywood entertaintment javed jaffrey