રિલીઝ પહેલા જાણો કેવી છે કાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'

05 December, 2019 01:57 PM IST  |  Mumbai | Parag Chhapekar

રિલીઝ પહેલા જાણો કેવી છે કાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'

જાણો કેવી છે કાર્તિક આર્યનની નવી ફિલ્મ

લીજેન્ડરી ડાયરેક્ટર બીઆર ચોપરાની ફિલ્મ પતિ પત્ની ઔ વો 1978માં બની હતી જેના પોસ્ટરમાં સંજીવ કુમાર વિદ્યા સિન્હાની બાહોમાં નજર આવતા હતા. 1978ના હિસાબથી આ ફિલ્મ જેટલી સામયિક હતી, એટલી જ મુદસ્સર અઝીઝની આ ફિલ્મ અત્યારે છે, જે જૂની પતિ,પત્ની ઔર વોની રીમેક છે.

નામથી જાહેર છે કે ફિલ્મની વાર્તા પતિ, પત્ની અને વોની છે. કાનપુરમાં રહેતા ચિંટૂ ત્યાગી(કાર્તિક આર્યન) બાળપણ પિતાના અનુશાસનમાં મોટા થયા, એન્જીનિયર બની ગયા સરકારની નોકરી પણ મળી ગઈ અને પિતાના કહેવાથી સારી છોકરી વેદિકા(ભૂમિ પેડણેકર) સાથે લગ્ન પણ થઈ ગયા. સુખી જીવન ચાલી રહ્યું હતુ અને લગ્નને 3 વર્ષ થી ગયા. એવામાં તેમના જીવનમાં આવે છે તપસ્યા(અનન્યા પાંડે), જે ચિંટૂ ત્યાગીની તપસ્યા ભંગ કરી દે છે.

ધીરે-ધીરે ચિંટૂ પાંડે તપસ્યમાય થઈ જાય છે. આખરે ક્યાં સુધી આ ડ્રામા ચાલે છે, તેના પર જ આધારિત છે પતિ પત્ની ઔર વો. અભિનયની વાત કરીએ તો કાર્તિક આર્યન પોતાના પાછળી ફિલ્મો કરતા સારા લાગી રહ્યા છે. ભૂમિ લાજવાબ છે. દરેક સીનમાં તેમનો રંગ જોવા જેવો છે. અનન્યા પાંડે ગ્લેમરસ છે અને તે પોતાનો રોલમાં ફિટ બેસે છે.

ઉલ્લેખનીય પર્ફોર્મન્ય છે અપારશક્તિ ખુરાનાનું, તેઓ દરેક દ્રશ્યમાં જીવ રેડી દે છે. સાથે જ નીરજ સૂદ માસાના કિરદારમાં સશક્ત હાજરી નોંધાવે છે. નિર્દેશક મુદસ્સર અજીજે આખી ફિલ્મનો સ્ક્રીન પ્લે એકદમ ટાઈટ રાખ્યો છે. તેઓ તમને ખડખડાટ હસવા માટે મજબૂર કરી છે. તેઓ જ તમને પતિ-પત્નીના સંબંધોમાં વિશ્વાસનું શું મહત્વ છે તે પણ સમજાવે છે.

ફિલ્મના સંવાદ ફિલ્મની જાન છે, જેને 100 માંથી 100 આપી શકાય તેમ છે. કુલ મળીને આ એક મનોરંજક ફિલ્મ છે જેને તમે પરિવાર સાથે બેસીને જોઈ શકો છો. જ્યાં દરેક માણસ ક્યારેક ને ક્યારેક મનમાં દબાયેલી ભાવનાઓનો ગુલામ બનીને નૈતિકતા ભૂલી જાય છે. આ ફિલ્મ તેમના માટે મનોરંજનની સાથે સાથે સબક પણ સાબિત થશે. મસ્તી સાથે મોરલ કેટલું જરૂરી છે, તે ફિલ્મમમાં કહેવામાં આવ્યું છે.

કલાકાર- કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર, અનન્યા પાંડે, અપારશક્તિ ખુરાના

નિર્દેશક- મુદસ્સર અઝીઝ

નિર્માતા-ભૂષણ કુમાર, જૂનો ચોપડા

વર્કિક્ટ- 4 સ્ટાર

kartik aaryan bhumi pednekar Ananya Panday