જવાની જાનેમન રિવ્યુ: સૈફ અલી ખાન-અલાયાની આવી છે સ્ટોરી

31 January, 2020 11:55 AM IST  |  Mumbai Desk | Parag Chhapekar

જવાની જાનેમન રિવ્યુ: સૈફ અલી ખાન-અલાયાની આવી છે સ્ટોરી

અશોક કુમારની ફિલ્મ 'આશીર્વાદ'થી લઈને તાજેતરમાં આવેલી સંજય દત્તની મરાઠી ફિલ્મ 'જનક' તે ફિલ્મો છે જેમાં બાપ-દીકરીના સંબંધો ફિલ્માવવામાં આવ્યા હોય. બાપ-દીકરીના સંબંધો ખૂબ જ સુંદર હોય છે અને એટલે જ વિશ્વભરની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સંબંધો પર બનેલી ફિલ્મો હંમેશાં યાદગાર રહે છે. પણ આ અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ 'જવાની જાનેમન' બાપ-દીકરીના સંબંધો પર તો છે પણ તેનો અંદાજ કોઇપણ સામાન્ય ફિલ્મો કરતાં ખૂબ જ જૂદું છે.

આ સ્ટોરી છે લંડનમાં રહેતા જસ્સી એટલે કે જેઝ (સૈફ અલી ખાન)ની, જેના જીવનનો મુખ્ય હેતુ ફક્ત અને ફક્ત અય્યાશી છે અને આખી રાત પાર્ટી અને તે જ પાર્ટીમાંથી રોજ રાતે કોઇક છોકરીને ઘરે લઈ જવું તેનું નિયમ છે. જો કે, તેની ઉંમર લગ્નની ઉંમર કરતાં ઘણી વધારે થઈ ગઈ છે પણ તે જવાબદારીઓથી બચવા માગે છે તેથી તેણે અત્યાર સુધી લગ્ન નથી કર્યા અને તે કરવા પણ નથી માગતો. એક દિવસ એકાએક તેને પાર્ટીમાં ટીયા મળે છે અને ટીયા તેને કહે છે કે કદાચ તે તેનો બાપ છે અને તેની માટે તે ડીએનએ ટેસ્ટ કરાવી લે. ઘણી આનાકાની બાદ જેઝ માની જાય છે અને રિપોર્ટમાં તે ટીયાનો પિતા નીકળે છે. તેના પછી શું થાય છે તેના જ તાણાવાણાં પર ગુંથાયેલી છે ફિલ્મ જવાની જાનેમન.

નિર્દેશક નિતિન કક્કડે આ સ્ટોરીને ખૂબ જ સરસ રીતે પડદા પર ઉતારી છે. કારણ વગર ભાવનાઓનો તોફાન ન કરવાને બદલે વ્યાવહારિકતા અને આજની પ્રાસંગિકતા બન્નેને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. દરેક દ્રશ્ય પર તેની પકડ દેખાય છે. અભિનયની વાત કરીએ તો સૈફ અલી ખાનની આટલી રોચક ભૂમિકા કદાચ જ કોઇક ફિલ્મમાં જોવા મળી હશે. આ પાત્ર ભજવતા તેને ઘણી માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. જેને ખૂબ જ સુંદર રીતે ભજવ્યું છે.

ટીયાના પાત્રમાં અલાયા ખૂબ જ સુંદર લાગે છે. તેના પર્ફોર્મન્સથી ક્યાંય એવું નથી લાગતું કે તેની આ ડેબ્યૂ ફિલ્મ છે. આગામી સમયમાં અલાયા પાસેથી ઘણી આશાઓ રાખી શકાય છે. બાકી બધા નાના પાત્રો જેમ કે ચંકી પાડે, કુમુદ મિશ્રા, ફરીદા ઝલાલા જેવા કસાયેલા કલાકાર પોતાની હાજરી નોંધાવે છે. ગેસ્ટ અપ્યરન્સમાં તબૂને જોવું ખૂબ દ રસપ્રદ બને છે.

આ પણ વાંચો : પુજા બેદીની દીકરી અલાયાની ફિલ્મ આવી રહી છે ત્યારે જોઇએ તેની કેન્ડિડ તસવીરો

કુલ મળીને એ કહીએ તો ખોટું નહીં હોય કે 'જવાની જાનેમન' એવી ફિલ્મ છે જે આજના સમયમાં ફક્ત પ્રાસંગિક જ નહીં પણ ખૂબ જ મનોરંજક પણ છે. સાથે સાથે આ ફિલ્મ તમને એક જુદાં જ ઇમોશનનો સામનો પણ કરાવે છે.

સ્ટાર્સ : 3.5

bollywood movie review saif ali khan bollywood news bollywood gossips