ઑસ્કરમાં તમાચો

29 March, 2022 06:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પત્ની વિશે જોક કરતાં પ્રેઝન્ટર અને કૉમેડિયન ક્રિસ રૉકને લાઇવ કાર્યક્રમ દરમ્યાન સ્ટેજ પર જઈને ફટકાર્યો વિલ સ્મિથે

ઑસ્કરમાં તમાચો

વિલ સ્મિથે ઑસ્કર અવૉર્ડ્સમાં પ્રેઝન્ટર ક્રિસ રૉકને તમાચો મારી દીધો હતો. આ તમાચો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘણી વાર અવૉર્ડ્સ શોમાં સ્ક્રિપ્ટેડ એલિમેન્ટનો સમાવેશ કરવામાં આવે છે. જોકે આ ઘટના કોઈએ સપનામાં પણ નહોતી વિચારી. વિલ સ્મિથની પત્ની જેડા પિન્કેટ સ્મિથ ઍલોપેસિયાથી પીડાય છે. આ બીમારીને સામાન્ય રીતે ઉંદરી પણ કહેવામાં આવે છે જેમાં માથાના વાળ નીકળી જાય છે. જેડાએ ૨૦૧૮માં આ વિશે કહ્યું હતું. આ બીમારીને કારણે તેણે તેની હેરસ્ટાઇલ બદલી કાઢી છે અને એ ૧૯૯૭માં આવેલી ‘જી. આઇ. જેન’માં જોવા મળેલી ડેમી મૂર જેવી હતી. આથી ક્રિસ રૉકે જેડાની હેરસ્ટાઇલ પરથી જોક મારતાં કહ્યું હતું કે તે ‘જી. આઇ. જેન’ની સીક્વલમાં કામ કરી શકે છે. જેડાને એ બિલકુલ પસંદ નહોતું આવ્યું અને તેના ચહેરા પર એ દેખાઈ આવતું હતું. જેડા જ નહીં, વિલ સ્મિથ અને ડૉલ્બી થિયેટર્સમાં બેઠેલા કોઈને પણ એ જોક નહોતો ગમ્યો.જોકે એટલામાં વિલ સ્મિથે સ્ટેજ પર જઈને ક્રિસ રૉકને તમાચો મારી દીધો હતો. તમાચો મારીને આવતાં પોતાની જગ્યા પર બેસતી વખતે વિલ સ્મિથ બોલ્યો હતો કે ‘મારી પત્નીનું નામ તારા (ગાળ બોલે છે) મોંમાં ન આવવું જોઈએ.’
વિલ સ્મિથની આ ગાળને કારણે ટીવી પર જ્યારે એને ટેલિકાસ્ટ કરવામાં આવ્યું ત્યારે એ સાઇલન્ટ કરી દેવામાં આવી હતી. જોકે ઇન્ટરનેટ પર આ વિડિયો ખૂબ જ વાઇરલ થયો છે. જોકે થોડી મિનિટો બાદ જ વિલ સ્મિથને ‘કિંગ રિચર્ડ’ માટે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો હતો. તેની વિનિંગ સ્પીચમાં વિલ સ્મિથે કહ્યું હતું કે ‘હું ઍકૅડેમીની માફી માગું છું. હું મારા સાથી એવા તમામ નૉ​મિનીઝની પણ માફી માગું છું. ઘણી વાર આર્ટની લાઇફ પર અસર જોવા મળે છે. હું એક ક્રેઝી ફાધર જેવો દેખાયો હોઈશ જે રીતે રિચર્ડ વિલિયમ્સ હતો. જોકે પ્રેમ તમારી પાસે ક્રેઝી થિંગ્સ કરાવી શકે છે.’
તેની સાથે એ જ કૅટેગરીમાં નૉમિનેટેડ એવા ઍક્ટર ડેન્ઝેલ વૉશિંગ્ટન સાથેની વાતચિત વિશે વિશે વિલ સ્મિથે કહ્યું હતું કે ‘હું ડેન્ઝેલનો આભાર માનું છું. તેણે થોડી મિનિટો પહેલાં જ મને કહ્યું હતું કે ‘તમારી લાઇફમાં તમે જ્યારે ટોચ પર હો ત્યારે સંભાળીને રહેવું, કારણ કે ડેવિલની એન્ટ્રી ત્યારે જ થાય છે.’

આૅસ્કરમાં ‘બીટીએસ’ની સરપ્રાઇઝ

ઑસ્કરમાં ૨૦૨૨ની ઇવેન્ટમાં બીટીએસની સરપ્રાઇઝ હાજરીથી દરેક આશ્ચર્યમાં પડી ગયા હતા. લૉસ ઍન્જલસના ડૉલ્બી થિયેટરમાં તેમણે હાજરી નહોતી આપી પરંતુ તેમણે પહેલેથી વિડિયો રેકૉર્ડ કર્યો હતો જેને ત્યાં દેખાડવામાં આવ્યો હતો. આ વિડિયોમાં તેમણે​ ડિઝની અને પિક્સારની ઍનિમેશન ફિલ્મ વિશે વાતો કરી હતી. આ સેગમેન્ટને ફેવરિટ ફિલ્મ વિથ બીટીએસ નામ આપવામાં આવ્યું હતું. તેમણે ‘કોકો’ અને વિલ સ્મિથની ‘અલાદ્દીન’ની ખૂબ જ તારીફ કરી હતી.

કોણે મારી બાજી
બેસ્ટ પિક્ચર - CODA (ચાઇલ્ડ ઑફ ડેફ અડલ્ટ્સ)
બેસ્ટ અડૅપ્ટેડ સ્ક્રીનપ્લે - CODA
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે - બેલફાસ્ટ
બેસ્ટ સિનેમૅટોગ્રાફી - ડ્યુન
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - ડ્યુન
બેસ્ટ અચીવમેન્ટ ઇન 
સાઉન્ડ - ડ્યુન
બેસ્ટ ઓરિજિનલ સ્કોર - ડ્યુન
બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ- ડ્યુન
બેસ્ટ ફિલ્મ એડિટિંગ - ડ્યુન
ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ - ડ્રાઇવ માય કાર
ઍક્ટર ઇન અ લીડ રોલ - વિલ સ્મિથ (કિંગ રિચર્ડ)
ઍક્ટ્રેસ ઇન અ લીડ રોલ - જેસિકા ચેસ્ટેઇન (ધ આઇઝ ઑફ ટામી ફે)
બેસ્ટ ડિરેક્ટર - જેન કૅમ્પિયન 
(ધ પાવર ઑફ ધ ડૉગ)
કૉસ્ચ્યુમ ડિઝાઇન - ક્રુએલા
ડૉક્યુમેન્ટરી ફીચર - સમર 
ઑફ સોલ
ઍક્ટર ઇન અ સપોર્ટિંગ રોલ - ટ્રૉય કોટસુર (CODA)
ઍક્ટ્રેસ ઇન અ સપોર્ટિંગ રોલ - અરિયાના ડીબોસ 
(વેસ્ટસાઇડ સ્ટોરી)

hollywood news