લિયોનાર્ડો ડિકૅપ્રિયોએ કેમ કૂદકો માર્યો ફ્રોઝન લેકમાં?

22 December, 2021 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉલીવુડના ઍક્ટર લિયોનાર્ડો ડિકૅપ્રિયોએ ‘ડોન્ટ લુક અપ’ના શૂટિંગ દરમ્યાન ફ્રોઝન લેકમાં કૂદકો માર્યો હતો.

લિયોનાર્ડો ડિકૅપ્રિયો

હૉલીવુડના ઍક્ટર લિયોનાર્ડો ડિકૅપ્રિયોએ ‘ડોન્ટ લુક અપ’ના શૂટિંગ દરમ્યાન ફ્રોઝન લેકમાં કૂદકો માર્યો હતો. લિયોનાર્ડો પાસે બે રેસ્ક્યુ કરેલા હસ્કી છે. તેઓ જ્યારે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેના ડૉગ્સ પણ તેની સાથે હતા. એક ડોગ ફ્રોઝન લેકમાં કૂદી પડ્યો હતો અને તે ડૂબી રહ્યો હોવાથી લિયોનાર્ડો તરત જ તળાવમાં કૂદી પડ્યો હતો. તેણે જેવો એ ડૉગીને બહાર કાઢ્યો કે તરત જ બીજો કૂદી પડ્યો હતો અને ત્યાર બાદ બન્ને ડૉગ તળાવમાં એકબીજા સાથે મસ્તી કરવા લાગ્યા હતા. ત્યાર બાદ એમાંથી બહાર નીકળીને લિયોનાર્ડોએ તેની કારમાં જઈને તરત કપડાં કાઢી નાખ્યાં હતાં અને પોતાની બૉડીને ગરમી આપી રહ્યો હતો.

hollywood news leonardo dicaprio