દર વર્ષે ક્રિસમસ પર ફ્રેન્ડ્સને જે કેક મોકલે છે એને આજ સુધી ટેસ્ટ નથી કરી ટૉમ ક્રૂઝે

23 December, 2022 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ગયા વર્ષે કેક પાછળ અંદાજે ૧૩,૮૦૦ ડૉલર રૂપિયા ચૂકવ્યા હોવાની ચર્ચા છે.

ટૉમ ક્રૂઝ

ટૉમ ક્રૂઝ દર વર્ષે ક્રિસમસ પર તેના ઘણા ફ્રેન્ડ્સને કેક મોકલે છે, પરંતુ તેણે આજ સુધી એ કેકને ટેસ્ટ નથી કરી. આ કેક લૉસ ઍન્જલસમાં આવેલા વુડલૅન્ડ હીલ્સની ડોએન બેકરીની ફેમસ વાઇટ ચૉકલેટ કોકોનટ કેક છે. આ કેકની કિંમત પચાસ ડૉલર રૂપિયા છે. તે દર વર્ષે તેના ૨૦૦-૩૦૦ ફ્રેન્ડ્સને આ કેક મોકલે છે. તેના ફ્રેન્ડ્સનું લિસ્ટ દર વર્ષે મોટું થઈ રહ્યું છે. જોકે નવાઈની વાત એ છે કે તેણે આ કેકને ખૂબ જ ફેમસ બનાવી હોવા છતાં તેણે આ જ સુધી એ કેકને ટેસ્ટ સુધ્ધાં નથી કરી. તેણે ગયા વર્ષે કેક પાછળ અંદાજે ૧૩,૮૦૦ ડૉલર રૂપિયા ચૂકવ્યા હોવાની ચર્ચા છે.

hollywood news tom cruise christmas entertainment news