ધમાકેદાર એન્ટ્રી

06 May, 2022 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટૉમ ક્રૂઝે તેની ફિલ્મ ‘ટૉપ ગન : મેવરિક’ના ગ્રૅન્ડ પ્રી​મિયરમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી

ટૉમ ક્રૂઝ

ટૉમ ક્રૂઝે તેની ફિલ્મ ‘ટૉપ ગન : મેવરિક’ના ગ્રૅન્ડ પ્રી​મિયરમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કૅલિફૉર્નિયાના સેન ડિએગોમાં યોજાયેલી આ ઇવેન્ટ સામાન્ય રેડ કાર્પેટ ઇવેન્ટ નહોતી. એમાં ટૉમ ક્રૂઝ પોતે હેલિકૉપ્ટર ચલાવીને આવ્યો હતો. તેની પાસે એ માટેનું લાઇસન્સ છે અને તે તેની ફિલ્મોમાં હેલિકૉપ્ટર કે જેટ ચલાવવાનાં દૃશ્યો જાતે જ શૂટ કરે છે.

entertainment news hollywood news tom cruise