ઑસ્કર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું 91ની વયે નિધન

06 February, 2021 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ઑસ્કર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું 91ની વયે નિધન

ઑસ્કર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું 91ની વયે નિધન

ઑસ્કર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું શુક્રવારે 91ની વયે નિધન થઈ ગયું. એક્ટરના મેનેજર લો પિટે આ દુઃખદ સમાચારની પુષ્ઠિ કરી. આ મહાન અભિનેતાના અલવિદા કહેવાથી આખા ફિલ્મી જગતમાં શોકનો માહોલ છે અને દરેક વ્યક્તિ તેમના બહેતરીન કામને યાદ કરી ભાવુક થઈ રહી છે. 50 વર્ષથી વધુ સમય ફિલ્મ જગતમાં વિતાવનાર ક્રિસ્ટોફર પ્લમરે અનેક યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે.

ક્રિસ્ટોફર પ્લમરનું નિધન
એક ઑસ્કર એવૉર્ડ, બે ટોની અવૉર્ડ અને બે એમી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલા ક્રિસ્ટોફર પ્લમરના તેમની ફિલ્મ ધ સાઉન્ડ ઑફ મ્યૂઝિક માટે ઘણાં વખાણ થયા. ફિલ્મ જગતમાં બેસ્ટ મ્યૂઝિકલ ફિલ્મ માનવામાં આવતી આ ફિલ્મમાં ક્રિસ્ટોફરે કેપ્ટન વૉન ટ્રેપનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય ક્રિસ્ટોફરે 2012માં ફિલ્મ બિગનરર્સ માટે અભિનેતાને 82 વર્ષની વયે સપોર્ટિંગ એક્ટરમાં ઑસ્કર એવૉર્ડ મળ્યો હતો. તે ફિલ્મમાં ક્રિસ્ટોફરે એક એવા ગે વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું જેણે પોતે અનેક વર્ષો પછી આ હકીકત ખબર પડે છે. તે સમયે તે એકેડમી અવૉર્ડ મેળવનાર સૌથી વયસ્ક અભિનેતા હતા.

આ ફિલ્મોમાં કર્યું કામ
ક્રિસ્ટોફર પ્લમરે ધ ઇનસાઇડર, અ બ્યૂટિફુલ માઇન્ડ અને ધ લાસ્ટ સ્ટેશન જેવી ફિલ્મોમાં પણ પોતાના અભિનયથી લોકપ્રિયતા મેળવી. આ જબરજસ્ત અભિનેતા માટે એક વાત એ પણ કહેવામાં આવે છે કે તેમણે પોતાના ફિલ્મી કરિઅરમાં હંમેશાં સાઇડ રોલ ભજવવાનું પસંદ કર્યું. કહેવા માટે તો તેમણે અનેક હિટ ફિલ્મો આપી, અવૉર્ડ પણ મળ્યા, પણ લીડ હીરો તરીકે કામ કરવાની તેમની ઇચ્છા ઓછી રહી. પણ તેમ છતાં ક્રિસ્ટોફરે પોતાની માટે એક એવો મુકામ હાંસલ કર્યો જે ખૂબ જ ઓછા કલાકારો મેળવી શકે છે.

શેક્સપિયરના પાત્રોને કર્યા જીવંત
આમ તો ક્રિસ્ટોફરને વધુ એક કામ માટે હંમેશાં યાદ રાખવામાં આવશે. તેમણે પોતાના જબરજસ્ત કરિઅરમાં લેખક શેક્સપિયરના પણ અનેક પાત્રોને મોટા પડદે જીવંત કર્યા હતા. જે અંદાજમાં તે પાત્રોને તેઓ ભજવતા હતા, તે કારણે તેમણે બધાંનાં હ્રદયમાં એક જૂદું સ્થાન મેળવ્યું હતું. હવે જ્યારે તે આ વિશ્વમાં નથી રહ્યા દરેક વ્યક્તિ તેમની ઓછ અનુભવવાની છે. કારણકે આ એવું નુકસાન છે જે કોઇપણ કિંમતે ભરી શકાય તેમ નથી.

hollywood news entertainment news