ટેલર સ્વિફ્ટને મળશે ન્યુ યૉર્ક યુનિવર્સિટીની ડૉક્ટરેટની માનદ પદવી

30 March, 2022 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકન સિંગર-સૉન્ગરાઇટર ટેલર ​સ્વિફ્ટને ન્યુ યૉર્ક યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરેટની માનદ પદવી આપવામાં આવશે.

ટેલર ​સ્વિફ્ટ

અમેરિકન સિંગર-સૉન્ગરાઇટર ટેલર ​સ્વિફ્ટને ન્યુ યૉર્ક યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરેટની માનદ પદવી આપવામાં આવશે. યેન્કી સ્ટેડિયમમાં ૧૮ મેએ યોજાનારી આ ઇવેન્ટમાં તે હાજરી આપશે. ૨૦૨૨ના ગ્રૅજ્યુએશન સ્ટુડન્ટ્સ માટે એ દિવસે સવારે આ સેરેમની રાખવામાં આવી છે. આ જ દિવસે સાંજે ૨૦૨૦ અને ૨૦૨૧ના ગ્રૅજ્યુએટ સ્ટુડન્ટ્સ માટેની સેરેમની પણ રાખવામાં આવી છે. એટલે કે એક જ દિવસે ત્રણ ગ્રૅજ્યુએશન સેરેમની રાખવામાં આવી છે અને એમાં ટેલર સ્વિફ્ટને પણ સન્માનિત કરવામાં આવશે. તેને ફાઇન આર્ટ્સની માનદ પદવી દ્વારા સ​ન્માનિત કરવામાં આવશે અને તે ગ્રૅજ્યુએશનમાં સ્પીચ પણ આપશે.

hollywood news taylor swift