અમેરિકાના પ્રખ્યાત કૉમેડિયન બૉબ સેગેટનું શંકાસ્પદ મૃત્યુ

11 January, 2022 06:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાના પ્રખ્યાત કૉમેડિયન બૉબ સેગેટનું ત્યાંની હોટેલમાં શંકાસ્પદ અવસાન થયું છે.

બૉબ સેગેટ

અમેરિકાના પ્રખ્યાત કૉમેડિયન બૉબ સેગેટનું ત્યાંની હોટેલમાં શંકાસ્પદ અવસાન થયું છે. ઑર્લાન્ડોની હોટેલની રૂમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ૧૯૯૦ના દાયકાનો યાદગાર શો ‘ફુલ હાઉસ’નું તેમનું પાત્ર લોકોને ખૂબ જ પસંદ પડ્યું હતું. તેમના નિધનના સમાચાર મળતાં જ તેમના ફૅન્સ દુખી થઈ ગયા છે. તેઓ ૬૫ વર્ષના હતા. તેઓ કૉમેડી ટૂર પર હતા. કૉમેડીમાં પાછા ફરવાની તેમને ખુશી હતી. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પરિવારે કરી હતી.

hollywood news