રૉબર્ટ પૅટિન્સનની ‘ધ બૅટમૅન’ની બનશે સીક્વલ

28 April, 2022 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૉર્નર બ્રધર્સ સ્ટુડિયો દ્વારા હાલમાં જ એક ઇવેન્ટમાં એની જાહેરાત કરવામાં આવી હતી

રૉબર્ટ પૅટિન્સન

રૉબર્ટ પૅટિન્સનની ‘ધ બૅટમૅન’ની હવે સીક્વલની જાહેરાત કરવામાં આવી છે. વૉર્નર બ્રધર્સ સ્ટુડિયો દ્વારા હાલમાં જ એક ઇવેન્ટમાં એની જાહેરાત કરવામાં આવી હતી. ‘ધ બૅટમૅન’ના ડિરેક્ટર મૅટ રીવ્સ જ આ ફિલ્મની સ્ટોરી લખશે અને ડિરેક્ટ કરશે. આ ફિલ્મનું પહેલું વર્ઝન માર્ચમાં રિલીઝ થયું હતું અને અમેરિકાના ડોમેસ્ટિક માર્કેટમાં અમે ૧૩૪ ​મિલ્યન ડૉલરનો બિઝનેસ કર્યો હતો. ઇન્ડિયામાં આ ફિલ્મ ખાસ બિઝનેસ નહોતી કરી શકી.

hollywood news upcoming movie batman