21 June, 2026 03:47 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા અને ઍન્જલિના જોલી
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડાએ ભારે મહેનત અને લગનથી હૉલીવુડમાં પોતાનું નામ બનાવ્યું છે. પ્રિયંકાએ હૉલીવુડમાં અનેક ફિલ્મો અને સિરીઝમાં કામ કર્યું છે. લાંબા સમયથી એવી ચર્ચા હતી કે પ્રિયંકા હવે હૉલીવુડની સુપરસ્ટાર ઍન્જલિના જોલી સાથે સ્ક્રીન શૅર કરતી જોવા મળશે. હવે પ્રિયંકાએ પોતે જ આ સમાચાર પર સત્તાવાર મહોર મારીને સ્વીકાર્યું છે કે તે હવે એ ઍન્જલિના સાથે પ્રોજેક્ટ કરી રહી છે. જોકે આ પ્રોજેક્ટ શું છે એ વિશે પ્રિયંકાએ વધુ વિગતો આપી નથી પણ તેના ફૅન્સ અંદાજ લગાવી રહ્યા છે કે બન્ને કોઈ ફિલ્મ, કોઈ કૅમ્પેન અથવા અન્ય કોઈ મોટા પ્રોજેક્ટમાં સાથે કામ કરવા જઈ રહ્યાં છે.
પ્રિયંકા હવે જ્યારે ઍન્જલિના સાથે કામ કરી રહી છે ત્યારે તેણે તેની ખૂબ પ્રશંસા કરીને તેને પ્રેરણાદાયી વ્યક્તિ ગણાવી છે. પ્રિયંકાએ કહ્યું છે કે ઍન્જલિના પાસેથી ઘણું શીખવા મળે છે અને તે તેને આગળ વધવા માટે પ્રેરણા આપે છે.