ઑસ્કાર એવોર્ડ્ઝ 2020માં કોરિયન ફિલ્મ 'પેરાસસાઇટ'એ બાજી મારી

10 February, 2020 11:00 AM IST  |  California | Mumbai Desk

ઑસ્કાર એવોર્ડ્ઝ 2020માં કોરિયન ફિલ્મ 'પેરાસસાઇટ'એ બાજી મારી

એકેડેમી ઑફ મોસન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિઝ દ્વારા ઑસ્કર એવોર્ડનું આયોજન થયું છે જેનાં પરિણામો જાહેર થઇ રહ્યા છે. ઑસ્કાર એવોર્ડને ફલ્મી વિશ્વમાં અત્યંત પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે. આ વર્ષે વિશ્વ યુદ્ધના બેકગ્રાઉન્ડમાં બનેલી ફિલ્મ 1017, બેટમેનનાં જોકરનાં પાત્રને કેન્દ્રમાં રાખીને બનેલી ફિલ્મ જૉકર, નેટફ્લિક્સ ઓરિજીનલ ફિલ્મ મેરેજ સ્ટોરીની સાથે કોરિયન ફિલ્મ પેરાસાઇટ ચર્ચાનો મુદ્દો રહી છે અને લોકોની અપેક્ષા અનુસાર આ ફિલ્મો કસોટીના એરણે ખરી ઉતરી રહી છે. આ છે યાદી કેટેગરી અનુસાર એવોરડ્ઝ વિજેતા ફિલ્મોની યાદી કંઇ આ પ્રમાણે છે.

ઓસ્કાર એવોર્ડ્ઝનાં વિજેતાઓ

શ્રેષ્ઠ ફિલ્મ - પેરાસાઇટ
શ્રેષ્ઠલીડ અભિનેત્રી - રેની ઝેલ્વેગર - જુડી
શ્રેષ્ઠ લીડ એક્ટર- વૉકિન ફિનિક્સ-જોકર
શ્રેષ્ઠ દિગ્દર્શક- બોન્ગ જૂન હો
શ્રેષ્ઠ ઑરિજિનલ સોંગ - આઇ એમ ગોન્ના લવ મી અગેઇન-રૉકેટમેન
શ્રેષ્ઠ ઓરિજિનલ સ્કોર - જોકર
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ - પેરાસાઇટ
શ્રેષ્ઠ મેઇક-અપ અને હેર સ્ટાઇલિંગ - બોમ્બશેલ
શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ - 1917
શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ - ફોર્ડ વર્સિસ ફરારી માટે એન્ડ્રુયુ બકલેન્ડ, માઇકલ મેકસ્કર
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી- 1917 માટે રોજર ડિકીન્સ
શ્રેષ્ઠ સાઉન્ડમ મિક્સીંગ - 1917
શ્રેષ્ઠ સાઉન્ડ એડિટિંગ - ફોર્ડ વર્સિસ ફરારી
શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ - ટોય સ્ટોરી 4
શ્રેષ્ઠ ડૉક્યુમેન્ટરી - અમેરિકને ફેક્ટરી
શ્રેષ્ઠ ડૉક્યુમેન્ટરી - શોર્ટ સબ્જેક્ટ - લર્નિંગ ટુ સ્કેટ બોર્ડ ઇન અ વૉર ઝોન (ઇફ યુ આર અ ગર્લ)
શ્રેષ્ઠ લાવ એક્શન શોર્ટ ફિલ્મ - ધ નેબર્સ વિન્ડો
શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ - હેર લવ
શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટ્રેસ - લોરા ડર્ન - મેરેજ સ્ટોરી
શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટર - બ્રાડ પિટ - વન્સ અપોન અ ટાઇમ ઇન હૉલીવૂડ
શ્રેષ્ઠ ઓરિજિનલ સ્ક્રીન પ્લે - પેરાસાઇટ - બોન્ગ જૂન હો
શ્રેષ્ઠ અડેપ્ટેડ સ્ક્રીન પ્લે - જોજો રેબિટ- તાઇકા વાઇતિતિ
શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન્સ - વન્સ અપોન અ ટાઇમ ઇન હૉલીવુડ
શ્રેષ્ઠ કોશ્ચ્યુમ ડિઝાઇન - લિટલ વિમન- જેકલિન ડુરન

hollywood news international news