‘જૉન વીક’ની સ્ટન્ટ ટીમને રૉલેક્સ વૉચ ગિફ્ટ કરી કિઆનુ રીવ્સે

02 April, 2023 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં તેની સ્ટન્ટ ટીમે અનેક વખત ખતરનાક સ્ટન્ટ્સ કર્યા છે. તેમના કામની પ્રશંસા કરવા અને તેમનો આભાર માનવા માટે કિઆનુએ આ ભેટ આપી છે

કિઆનુ રીવ્સે

કિઆનુ રીવ્સે તેની ફિલ્મ ‘જૉન વીક 4’ની સ્ટન્ટ ટીમને રૉલેક્સ વૉચ ગિફ્ટ કરી છે. સાથે જ તેમના માટે પર્સનલાઇઝ ટી-શર્ટ્‍સ પણ બનાવડાવીને આપી છે. આ ફિલ્મમાં તેની સ્ટન્ટ ટીમે અનેક વખત ખતરનાક સ્ટન્ટ્સ કર્યા છે. તેમના કામની પ્રશંસા કરવા અને તેમનો આભાર માનવા માટે કિઆનુએ આ ભેટ આપી છે. સ્ટન્ટ વર્કર્સને આપેલી રૉલેક્સ વૉચ પર ‘ધ જૉની વીક ફાઇવ’, ક્રૂ મેમ્બરનું નામ અને થૅન્ક યુ લખેલું છે. એની કિંમત ૭,૩૦૦ પાઉન્ડ્સ (૭,૪૦,૫૪૦ રૂપિયા) છે. ટીમે જણાવ્યું છે કે આ અણમોલ ગિફ્ટ છે. ‘જૉન વીક 4’ ચોવીસમી માર્ચે રિલીઝ થઈ છે.

entertainment news bollywood news keanu reeves