ઐશ્વર્યા રાય બચ્ચનની જઝ્બાની કૉપી છે હૉલીવુડની ફિલ્મ ધ રનર?

20 July, 2026 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉલીવુડ ઍક્ટ્રેસ ગાલ ગૅડૉટ પોતાની આગામી ઍક્શન-થ્રિલર ફિલ્મ ‘ધ રનર’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ઑફિશ્યલ ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું. ટ્રેલરને સારો પ્રતિસાદ મળ્યો, જોકે કેટલાકે તો એને ઐશ્વર્યાની ફિલ્મ ‘જઝ્બા’નું હૉલીવુડ વર્ઝન પણ ગણાવ્યું હતું.

જઝ્બા અને ધ રનર પોસ્ટર

હૉલીવુડ ઍક્ટ્રેસ ગાલ ગૅડૉટ પોતાની આગામી ઍક્શન-થ્રિલર ફિલ્મ ‘ધ રનર’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું ઑફિશ્યલ ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું. આ ટ્રેલર સામે આવતાં જ એને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો, પરંતુ સાથે જ અનેક લોકોએ એની સરખામણી ઐશ્વર્યા રાય બચ્ચનની ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘જઝ્બા’ સાથે કરવાનું શરૂ કર્યું. સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ બન્ને ફિલ્મોની વાર્તામાં સમાનતા હોવાનું જણાવ્યું. કેટલાકે તો ‘ધ રનર’ને ‘જઝ્બા’નું હૉલીવુડ વર્ઝન પણ ગણાવ્યું હતું.

hollywood news hollywood film review gal gadot aishwarya rai bachchan jazbaa entertainment news bollywood controversies bollywood buzz bollywood gossips bollywood