ત્રીજી સપ્ટેમ્બરે રિલીઝ થશે ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ 9’

15 August, 2021 01:21 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

અંગ્રેજી, હિન્દી, તામિલ, તેલુગુ અને કન્નડમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે

ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ 9’નો સીન

‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ 9’ ઇન્ડિયામાં ૩ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ દુનિયાના ઘણા દેશોમાં રિલીઝ થઈ છે અને હવે ઇન્ડિયામાં રિલીઝ થવા જઈ રહી છે. અંગ્રેજી, હિન્દી, તામિલ, તેલુગુ અને કન્નડમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. હૉલીવુડની ઘણી ફિલ્મો ઇન્ડિયામાં રિલીઝ થઈ રહી છે. કોરોનાને કારણે થિયેટર્સ બંધ હતાં. જોકે હવે એ ધીમે-ધીમે ખૂલવા માંડ્યાં છે અને એથી જ ઘણી ફિલ્મો રિલીઝ થવા માંડી છે. અક્ષયકુમારની ‘બેલ બૉટમ’ અને અમિતાભ બચ્ચનની ‘ચેહરે’ પણ આ મહિને થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.

hollywood news