Coronavirusના કારણે આ હોલીવુડ સુપરસ્ટારનું મૃત્યુ

27 March, 2020 03:32 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Coronavirusના કારણે આ હોલીવુડ સુપરસ્ટારનું મૃત્યુ

માર્ક બ્લમ

કોરોના વાયરસના ચપેટમાં આવવાથી હોલીવુડ સુપરસ્ટાર માર્ક બ્લમનું નિધન થયું છે. માર્ક છેલ્લા કેટલાક સમય પહેલા જ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. તેમના નિધનના સમાચારથી ફક્ત તેમના પરિવારને જ નહીં પણ સમગ્ર ઇન્ડસ્ટ્રી, તેમના ચાહકો પણ ખૂબ જ દુઃખી છે. માર્કની સારવાર ન્યૂયૉર્કના હૉસ્પિટલમાં થઈ રહ્યો હતો. આ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન જ માર્કનું નિધન થયું છે.

માર્ક બ્લમના નિધનના સમાચાર તેમની પત્ની જેનેટ જેરિશે ઇ-મેલ દ્વારા આપ્યા છે. તેમણે જણાવ્યું કે ન્યૂયૉર્કના હૉસ્પિટલમાં માર્કે પોતાના અંતિમ શ્વાસ લીધા. નોંધનીય છે કે SAG-AFTRAના વાઇસ પ્રેસીડેન્ટ રેબેકા ડૈમેને માર્કના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે તે એક બહેતરીન એક્ટર હતા અને તેમણે હંમેશાં એક નવા ઉમંગ સાથે પોતાનું કામ કર્યું. માર્કે ન્યૂયૉર્ક થિયેટર કોમ્યૂનિટીના ઉત્થાન માટે કેટલાય મોટા કામ કર્યા. માર્કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ ઘણી મોટી ફિલ્મો કરી છે.

ઉલ્લેખનીય છે કે આ સમય આખા દેશમાં કોરોના વાયરસનું જોખમ વધી રહ્યું છે. તેના કારણે વિશ્વના 199 દેશ જંગ લડી રહ્યા છે. કોરોના વાયરસની ચપેટમાં અત્યાર સુધી અનેક હૉલીવુડ સેલેબ્સ આવી ગયા છે. આ બીમારી એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ કારણસર આખા દેશમાં લૉકડાઉન ડાહેર કરી દેવામાં આવ્યું છે. આમ કરવાનું એકમાત્ર કારણ સોશિયલ ડિસ્ટેન્સિંગ છે. અત્યાર સુધી આ વાયરસને કારણે 5 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ગયા છે જ્યારે વિશ્વમાં 23 હજારથી વધારેના મૃત્યુ થયા છે.

hollywood news coronavirus covid19 entertainment news new york