દસ દિવસમાં દુનિયાભરમાં સાત હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો ‘અવતાર 2’એ

28 December, 2022 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ હજી પણ પહેલા પાર્ટના બિઝનેસનો આંકડો પાર નથી કરી શકી.

દસ દિવસમાં દુનિયાભરમાં સાત હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો ‘અવતાર 2’એ

અવતાર : ધ વે ઑફ વૉટર’એ દુનિયાભરમાં સાત હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ ‘અવતાર’ની સીક્વલ છે. દસ દિવસમાં આ ફિલ્મે દુનિયાભરમાં ૮૫૫ મિલ્યન ડૉલરનો એટલે કે અંદાજે સાત હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ બિઝનેસ કરનારી પાંચમા ક્રમની ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે અમેરિકામાં ૨૫૩.૭ મિલ્યન ડૉલર અને એ સિવાય દુનિયાભરના અન્ય દેશો મળીને ટોટલ ૬૦૦ મિલ્યન ડૉલરનો વકરો કર્યો છે. અમેરિકામાં વેધરની જે કન્ડિશન છે અને કોવિડને લઈને અન્ય દેશમાં પણ જે સ્થિતિ છે એને જોતાં આ ફિલ્મે સારો​​ બિઝનેસ કર્યો છે. જોકે આ ફિલ્મને જોઈએ એટલા સારા રિવ્યુ નથી મળ્યા. જોકે આ ફિલ્મ હજી પણ પહેલા પાર્ટના બિઝનેસનો આંકડો પાર નથી કરી શકી.

hollywood news avatar box office james cameron