‘ઍક્વામૅન’ની સીક્વલમાંથી કાઢવામાં નથી આવી ઍમ્બરને

16 June, 2022 07:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍમ્બર હર્ડને ‘ઍક્વામૅન ઍન્ડ ધ લૉસ્ટ કિંગડમ’માંથી હજી સુધી કાઢવામાં નથી આવી.

ઍમ્બર હર્ડન

ઍમ્બર હર્ડને ‘ઍક્વામૅન ઍન્ડ ધ લૉસ્ટ કિંગડમ’માંથી હજી સુધી કાઢવામાં નથી આવી. ૨૦૧૮માં આવેલી ‘ઍક્વામૅન’માં તે મેરાના રોલમાં જોવા મળી હતી. એક્સ-હસબન્ડ જૉની ડેપ સાથેની કોર્ટ ફાઇટ દરમ્યાન એવી વાતો ચાલી હતી કે તેને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવી છે. આ કેસ જૉની ડેપ જીતી ગયો છે. આ માટે ઍમ્બરે ટોટલ પંદર મિલ્યન ડૉલર જૉની ડેપને આપવાના છે. તેમ જ જૉની ડેપે પણ ઍમ્બરને બે મિલ્યન ડૉલર આપવાના છે. આ કેસ દરમ્યાન ‘ઍક્વામૅન’ના સ્ટુડિયો દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે તેમના વચ્ચે કેમિસ્ટ્રી જોઈએ એવી નથી. જોકે આ વિશે ઍમ્બર હર્ડના સ્પોક્સ પર્સને કહ્યુ કે ‘આ વિશેની અફવા પહેલા દિવસથી ચાલી રહી છે. આ એકદમ ખોટી અને પાયાવિહોણી વાત છે.’

hollywood news