ચેન્નઈમાં પાણીની તંગી માટે ચિંતા વ્યક્ત કરી લિયોનાર્ડો ડિકૅપ્રિયોએ

27 June, 2019 10:59 AM IST  | 

ચેન્નઈમાં પાણીની તંગી માટે ચિંતા વ્યક્ત કરી લિયોનાર્ડો ડિકૅપ્રિયોએ

લિયોનાર્ડો ડિકૅપ્રિયો

હૉલીવુડના ઍક્ટર લિયોનાર્ડો ડિકૅપ્રિયોએ ચેન્નઈ વિશે ચિંતા વ્યક્ત કરી છે. લિયોનાર્ડો ઍક્ટર હોવાની સાથે એન્વાયર્નમેન્ટલ એક્ટિવિસ્ટ પણ છે. તે ગ્લોબલ વૉર્મિંગને લઈને ખૂબ જ ચિંતા વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે. લિયોનાર્ડોએ ચેન્નઈમાં મહિલાઓ એક કૂવામાંથી પાણી કાઢી રહી હોય એવો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટો શૅર કરીને લિયોનાર્ડોએ લખ્યું હતું કે ‘ફક્ત વરસાદ જ ચેન્નઈને બચાવી શકે છે. એક કૂવો જેમાં પાણી નહીંવત્ છે. તેમ જ ચેન્નઈમાં પણ પાણી નહીંવત્ છે.

સાઉથ ઇન્ડિયાની સિટી ચેન્નઈમાં પાણીની તંગી છે. પાણી બચાવવા માટે જે રિઝર્વાયર બનાવવામાં આવ્યા હતા એ પણ સુકાઈ ગયા છે. લોકોને પાણીની જે તંગી પડી રહી છે એનો વહેલી તકે ઉકેલ લાવવો જરૂરી છે. દરેક માણસ સરકારી ટૅન્કરમાંથી પાણી મેળવવા માટે લાઇનમાં કલાકો સુધી ઊભા રહે છે.

આ પણ વાંચો : રણવીર સિંહને પછાડ્યો શાહિદ કપૂરે

પાણીની તંગી હોવાથી કેટલીક હોટેલ અને રેસ્ટોરાંને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી છે. તેમ જ મેટ્રોમાં પણ એરકન્ડિશનર બંધ કરી દેવામાં આવ્યાં છે. સરકાર પાણીના અન્ય વિકલ્પો માટે સતત વિચારણા કરી રહી છે, પરંતુ ત્યાંના રહેવાસીઓ વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે.’

hollywood news leonardo dicaprio