ઉષા ઉત્તુપે પહેલી વાર આ ગુજરાતી ફિલ્મ માટે ગાયું ગીત

20 August, 2019 04:57 PM IST  |  મુંબઈ | ફાલ્ગુની લાખાણી

ઉષા ઉત્તુપે પહેલી વાર આ ગુજરાતી ફિલ્મ માટે ગાયું ગીત

ઉષા ઉત્તુપે પહેલી વાર આ ગુજરાતી ફિલ્મ માટે ગાયું ગીત

ઉષા ઉત્તુપ..આ નામ સાંભળતા જ યાદ આવે તમને યાદ આવે સાડી, મોટા ચાંદલા અને માથામાં વેણી સાથે પૉપ, જાઝ અને ફિલ્મી ગીતો ગાતા મહિલા. જેમણે પોતાની અલગ જ સિંગિગ સ્ટાઈલના લીધે લોકોના દિલમાં જગ્યા બનાવી છે. અને હવે તેમણે પહેલીવાર ગુજરાતી ફિલ્મ માટે ગીત ગાયું છે. આ ફિલ્મ છે ધર્મેશ મહેતાની 'ચીલઝડપ' અને ગીત છે 'અલગારી.' ઉષા ઉત્તુપની સિગ્નચેર સ્ટાઈલમાં ગવાયેલું આ ગીત ખૂબ જ સરસ છે.

ચીલઝડપના 'અલગારી' ગીતના શબ્દો જાણીતા ગીતકાર નિરેન ભટ્ટે લખ્યા છે. જ્યારે સંગીત પિયુષ કનોજિયાનું છે. સાંભળો તમે પણ આ ગીત અહીં..

ઉષા ઉત્તુપે સ્ટેજ પર ગુજરાતી ગરબા ગાયા છે. પરંતુ કોઈ ફિલ્મ માટે ગાયું હોય તેવું પહેલીવાર બની રહ્યું છે. જે વિશે વાત કરતા ફિલ્મના ડિરેક્ટર ધર્મેશ મહેતા કહે છે કે, 'મારી ફિલ્મ એક પબ સોંગથી સ્ટાર્ટ થાય છે. અને મને ઉષા ઉત્તુપના નામનો વિચાર આવ્યો. મને લાગ્યું કે જો તેઓ આ ગીત ગાય તો ચાર ચાંદ લાગી જાય. મે તેમનો કોન્ટેક્ટ કર્યો અને તેમણે હા પાડી દીધી. તેમની સાથે કામ કરવાનો અનુભવ પણ ખૂબ જ સરસ રહ્યો.'

ઉષાજી ગાયકીના ક્ષેત્રમાં તેમના 50 વર્ષ પુરા કરી રહ્યા છે. તેમણે લગભગ બધી ભાષામાં ગીતો ગાયા છે, પરંતુ ગુજરાતીમાં નથી ગાયા. એટલે જ્યારે તેમને આ ગીતની ઑફર મળી ત્યારે તેમણે ડિરેક્ટર ધર્મેશ મહેતાને કહ્યું કે, તમારો આભાર તમે મારી ગુજરાતી ફિલ્મમાં ગીત ગાવાની ઈચ્છા પણ પુરી કરી દીધી છે. ધર્મેશ મહેતા કહે છે કે, 'સીનિયર ગાયક હોવા છતા તેઓ પુરી તૈયારી કરીને આવતા હતા. અને એમ પણ પુછતા હતા કે મારાથી કોઈ ભૂલ નથી થઈને?સાથે તેઓ ગીતના કંપોઝિશનથી એટલા ખુશી થઈ ગયા કે તેમણે કહ્યું કે આ ગીત મારા પર્સનલ ફેવરિટ ગીતોમાંથી એક બની ગયું છે.'

આ પણ જુઓઃ બર્થ ડે સ્પેશિયલઃ જાણો કેમ સ્નેહલતા છે નરેશ કનોડિયાના ફેવરિટ હિરોઈન!

ધર્મેશ મહેતાની આ ફિલ્મમાં જીમિત ત્રિવેદીની સાથે આ ફિલ્મમાં જાણીતા અભિનેતા રાગી જાની અન હરિક્રિષ્ન દવે, જીતેન્દ્ર ઠક્કર પણ છે. તો આ ફિલ્મમાં સાવધાન ઈન્ડિયા ફેમ સુશાંતસિંહ પણ દેખાશે. સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે ફિલ્મ જાણીતા ગુજરાતી નાટક પરથી બની રહી છે. ચીલઝડપ એક થ્રીલર કોમેડી ફિલ્મ છે. જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ અને સિધપુરમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે.

jimit trivedi dhollywood news