સંબંધોના તાણાવાણા ગુંથીને બનાવાયું છે ફિલ્મ 'ચાસણી'નું ટ્રેલર

22 June, 2019 07:09 PM IST  |  અમદાવાદ

સંબંધોના તાણાવાણા ગુંથીને બનાવાયું છે ફિલ્મ 'ચાસણી'નું ટ્રેલર

ચાસણીનું ટ્રેલર થયું રિલીઝ

બે જુદી જુદી પેઢીના યુગલ, જુદી તેમની પ્રેમ કરવાની રીત, જુદી તેમની વ્હાલને વ્યક્ત કરવાની પદ્ધતિ. એક પેઢીમાં લાગણીઓ ખુલીને અભિવ્યક્ત કરવામાં આવે છે જ્યારે બીજી પેઢીને આઈ લવ યૂ કહેતા પણ વર્ષો વીતિ જાય છે. હવે જ્યારે આ જૂની પેઢી નવી પેઢી પાસેથી પ્રેમ કરતા શીખે તો શું થાય? બસ આવી જ વાત જોવા મળે છે ચાસણીના ટ્રેલરમાં.

શુક્રવારે ફિલ્મ ચાસણીનું ટ્રેલર થયું જેમાં તમામ પ્રકારની ભાવનાઓ અને લાગણીઓ દર્શાવવામાં આવી છે. તેમાં રોમાન્સ છે, ગરબા છે, હાર્ટબ્રેક પણ છે. ટૂંકમાં એ તમામ વસ્તુઓ છે જે ફિલ્મને હિટ બનાવી શકે છે. બે અલગ અલગ પેઢીના યુગલોની આસપાસ ઘુમતી આ ફિલ્મનું ટ્રેલર એકદમ સરસ છે. સંબંધોની વાત એકદમ ચાસણીની જેમ ઘોળીને કહેવામાં આવી છે.

આ પણ વાંચોઃ એકદમ 'ચાસણી' જેવું મીઠું મીઠું છે ફિલ્મનું ટીઝર

ફિલ્મમાં જાણીતા ગુજરાતી એક્ટર મનોજ જોષી અને સેજલ શાહ પતિ પત્નીના રોલમાં છે. તો બે યાર બાદ દિવ્યાંગ ઠક્કર લાંબા સમયે ગુજરાતી ફિલ્મોમાં કમબેક કરી રહ્યા છે. દિવ્યાંગ ઠક્કરની ઓપોઝિટ માયરા દોશી છે. આ ઉપરાંત ચાસણીમાં ઓજસ રાવ, આશિષ ભટ્ટ અને વૈદેહી ઉપાધ્યાય પણ દેખાશે. ફિલ્મને અભિન્ન અને મંથને ડિરેક્ટ કરી છે. સ્ટોરી અને સ્ક્રીન પ્લે વીર વશિષ્ઠે લખ્યા છે તો ફિલ્મના ડાઈલોગ્સ અને લિરીક્સ મંથન જોષીના છે. મ્યુઝિક પ્રશાંત સતોસેએ આપ્યું છે. ફિલ્મ 19 જુલાઈએ રિલીઝ થશે.

dhollywood news