ડાયરેક્ટર વિરલ શાહનું લૉકડાઉન શેડયુલ જાણો છો?

19 May, 2020 06:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડાયરેક્ટર વિરલ શાહનું લૉકડાઉન શેડયુલ જાણો છો?

વિરલ શાહ (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

ફિલ્મમેકર, લેખક અને ડાયરેક્ટર વિરલ શાહ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તાજેતરમાં જ તેમણે સુપર હિટ ગુજરાતી ફિલ્મ 'ગોળકેરી' થી પ્રેશ્રકોના દિલમાં આગવું સ્થાન મેળવ્યું છે. તમને ખબર છે કે લૉકડાઉનમાં પણ ડાયરેક્ટર એક પ્રોપર શેડયુલ ફોલો કરી રહ્યાં છે. અત્યારે વિરલ શાહ ઘણી બધી એક્ટિવિટીઝમાં વ્યસ્ત છે અને લૉકડાઉનના સમયનો યોગ્ય ઉપયોગ પણ કરી રહ્યાં છે.

એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો અત્યારે લૉકડાઉનના સમયનો ઉત્તમ ઉપયોગ કરી રહ્યાં છે. મોટાભાગનો સમય સ્ક્રિપ્ટ રાઈટિંગ, કુકિંગ, વૅબ સિરિઝ અને ફિલ્મો જોવી, મિત્રો સાથે વાતચીત કરવી વગેરેમાં પસાર કરે છે. મહત્વનું એ છે કે સોશ્યલી એક્ટિવ રહેવાની સાથે જ ડાયરેક્ટર અનેક પ્રોડક્ટિવ કામ પણ કરી રહ્યાં છે. તેઓ અત્યારે કાર્ટુન સિરિઝ માટે ડબિંગ કરી રહ્યાં છે. સાથે જ દરરોજ 4.30થી 8.30 સુધીનો સમય આગામી સ્ક્રિપ્ટ લખવામાં ફાળવે છે. ત્યારબાદ પોતાના પ્રોડક્શન હાઉસ માટે વૅબ કન્ટેન્ટ તૈયાર કરી રહ્યાં છે. લેખક-દિગ્દર્શક સિવાય વિરલ ઉદ્યોગપતિ અને પ્રોડયુસર પણ છે.

વિરલ શાહની લેખક તરીકેની આગામી ફિલ્મ 'કેસરિયા' છે. જે નવેમ્બર 2020માં રજુ થવાની છે. જો કે કોરોના વાયરસને પગલે હવે ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે કંઈ કહી ન શકાય. તેમાં મલ્હાર ઠાકર મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મનું અડધુ શુટિંગ સ્કૉટલેન્ડમાં અને અડધુ કચ્છમાં થવાનું છે. લૉકડાઉન શરૂ થયું તે પહેલા ફિલ્મનું શુટિંગ કચ્છમાં ચાલી રહ્યું હતું.

lockdown entertainment news dhollywood news gujarati film