સ્વેગી ધી રૅપરનું ગઇકાલે રિલીઝ થયેલું ગીત મચાવી રહ્યું છે ધૂમ

13 August, 2020 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્વેગી ધી રૅપરનું ગઇકાલે રિલીઝ થયેલું ગીત મચાવી રહ્યું છે ધૂમ

રાધા તારો રંગ લાગ્યો ગીત લોકોને બહુ પસંદ પડ્યું છે

સંદીપ પ્રજાપતિ એટલે કે સ્વેગી ધ રૅપર જે ગુજરાતી રૅપ સોન્ગ બનાવવા માટે જાણીતા છે. અને તેમણે યુવાવયમાં જ ખૂબ મોટી સફળતા મેળવી લીધી છે. અને આજે લાખો ગુજરાતી તેમના અવાજને પસંદ કરે છે. જ્યારે હવે તેમનું એક ગુજરાતી આલ્બમ સોન્ગ "રાધા તારો રંગ લાગ્યો" આવી ગયું છે. અને આ ગીતનું નિર્માણ હિરેન પટેલે કર્યું છે. જ્યારે ગીતમાં હરદિલ પંડ્યાએ પોતાનો અવાજ આપ્યો છે. અને આ ગીતમાં સ્વેગી ધ રૅપરનું રૅપ છે. અને ગીતના શબ્દો પણ સ્વેગી દ્વારા જ લખવામાં આવ્યા છે. ગીતમાં પિંકલ પટેલ ફીચર કરે છે. જ્યારે ગીતનું સંગીત રિત્વીજ જોશી આપ્યું છે, અને કેવલ પરમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે.આ ગીત સ્વેગી ધ રૅપર યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થઈ ગયું છે. અને આ ઉપરાંત ઘણાં બધાં મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પણ આવી ગયું છે.

આ ગીતના શબ્દ ખૂબ સરસ રીતે લખાયા છે. અને રિત્વીજ જોશીએ ખૂબ સરસ સંગીત પણ આપ્યું છે.સ્વેગી વાત કરતાં જણાવે છે કે આ ગીત બનાવવાનો પહેલાં અમારો બીજો આઈડિયા હતો. પણ અમે વિચાર્યું કે ગુજરાતી લવ સોંગમાં એક રૅપ ભાગ સામેલ થાય એવું અમે વિચાર્યું. પરંતુ અમે એવું ક્યારેય વિચાર્યું ન હતું કે આ ગીત એટલું જબરદસ્ત બનશે. અમારે આ ગીતને એક એવી સરસ રીતે રજૂ કરવાની ઈચ્છા હતી કે લોકોને ખૂબ ગમે. અને ખાસ કરીને જે યુવાવર્ગ છે તેમને પણ પસંદ પડે.

dhollywood news