સિંગર સાંત્વની ત્રિવેદીને યુ ટ્યૂબનું સિલ્વર બટન મળ્યું

02 September, 2020 05:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સિંગર સાંત્વની ત્રિવેદીને યુ ટ્યૂબનું સિલ્વર બટન મળ્યું

સાંત્વની ત્રિવેદી

ગોધરા જેવા નાનકડાં શહેરમાંથી આવતી લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદીને યુટ્યુબ એ સિલ્વર બટન આપી સન્માન કર્યું.આ સિદ્ધિ ગોધરા અને સાંત્વની ત્રિવેદી માટે ખૂબ ગર્વની વાત છે. સાંત્વની હાલ યુટ્યૂબ પર 1.8 લાખ સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે. અને તેમના ચાહકોમાં દિવસેને દિવસે વધારે થતો જાય છે. અને લોકોને તેમના ફોક સોન્ગ ખૂબ પસંદ પડી રહ્યા છે.

આજથી પાંચ વર્ષ પહેલાં સાંત્વની એ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અને જુદા જુદા પ્રવાસ સ્થળોએ વીડિયો બનાવીને પોતાના યુટ્યૂબ પર મુક્યાં હતા. તેમણે ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓમાં ગીત બનાવાની શરૂઆત કરી અને તેમના ગીતો દર્શકોને ખૂબ પસંદ પડ્યા. અત્યાર સુધીમાં સાંત્વની એ ૨૦ થી વધુ હિટ સોન્ગ આપ્યા છે.

હાલમાં જ સાંત્વનીનું ઓરિજિનલ આલ્બમ સોન્ગ "વેરી વરસાદ" ગુજરાતભરમાં ખૂબ લોકપ્રિય થયું. અને આ ગીતને ગુજરાતના સ્થાનિક રેડિયો સ્ટેશનમાં પ્રથમ સ્થાન મેળવ્યું.સાંત્વની ત્રિવેદી આ સિવાય વહાલનો દરિયો(કવર સોન્ગ), ઊંચી તલાવડી, વા વાયાને વાદળ, વાદલડી વરસી, ગુજરાતી લવ મેશઅપ વગેરે પ્રસિદ્ધ ગીતો આપ્યા છે. આ દરેક ગીતોથી લોકોનો સાંત્વનીને ખૂબ પ્રેમ મળ્યો.

સાંત્વની વાત કરતાં જણાવે છે કે શરૂઆતમાં ઉત્તર ગુજરાતના પ્રવાસ સ્થળો પર જઈને વીડિયો બનાવાની શરૂઆત કરી જેથી તે સ્થળો લોકોના પરિચયમાં આવે.સાંત્વની વધુમાં જણાવતાં કહે છે કે 'હું પંચમહાલની છું, અહીં ખૂબ સારા સારા ફરવાલાયક સ્થળો છે. અને એ સ્થળો લોકો સુધી પહોંચે અને ટુરિઝમમાં નોંધ લેવાય એટલા માટે અહીંથી વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી.

સંગીત વિશે વાત કરતાં કહે છે કે મને ગુજરાતી સુગમ સંગીત વધારે પસંદ પડે છે. કલાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિકમાં પણ મને એટલો જ રસ છે. પણ પ્રાથમિકતાની વાત આવે ત્યારે સુગમ સંગીત મારી પહેલી પસંદગી રહે છે.

dhollywood news