શર્મન જોશીની ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી

13 November, 2020 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શર્મન જોશીની ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી

ફાઈલ ફોટો

ભારત સહિત વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે. જોકે લોકો આ મહામારીમાં પણ જનજીવન સામાન્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારતમાં પણ અનલોકમાં તબક્કાવાર છૂટછાટ આપતા ઘણા ઉદ્યોગો ફરી પાટે ચઢી રહ્યા છે. સિનેમા જગત પણ સમયની સાથે બેઠો થઈ રહ્યો છે. માર્ચ મહિનાથી જૂનના અંત સુધી તો કડક લૉકડાઉન રહ્યુ હતુ જેથી શૂટિંગ અટકી પડ્યા હતા, જોકે હવે કોરોના સંબંધિત દરેક ગાઈડલાઈન્સનું પાલન કરીને આ ક્ષેત્રમાં પણ કામકાજ વધવા લાગ્યુ છે.

ગુજરાતી સિનેમા જગત માટે એક સારા સમાચાર એ છે કે અભિનેતા શર્મન જોશી પણ હવે આ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશી રહ્યા છે. હિન્દી ફિલ્મોમાં કોમેડી પાત્ર ભજવીને ફૅન્સનું મનોરંજન કરનારા શર્મન જોશી હવે ઢોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘જલસા કરો જ્યંતીલાલ’માં તે જોવા મળશે. શર્મન જોશીની ઉત્તારયણથી પોતાની આ પહેલી ફિલ્મનું અમદાવાદમાં શુટીંગ કરશે.

અગાઉ શર્મન જોષીનું કહ્યું હતું કે, ઑનલાઇન પ્લૅટફૉર્મ પર વધુ કૉમેડી ફિલ્મો બનાવવી જોઈએ. શર્મને ‘સ્ટાઇલ’, ‘ગોલમાલ’, અને ‘3 ઇડિયટ્સ’ જેવી ફિલ્મોમાં કૉમેડી પાત્રો ભજવ્યાં છે. આ વિશે શર્મને કહ્યું હતું કે ‘કૉમેડી હાલમાં મારું સૌથી પહેલું પ્રાધાન્ય છે. લોકોને હું મારી ફિલ્મોથી હસાવવા માગું છું. લૉકડાઉનમાં પણ મેં એ વસ્તુ માર્ક કરી છે કે ઑનલાઇન ભાગ્યે જ કોઈ કૉમેડી શો કે ફિલ્મ આવી હશે. જૂની કૉમેડી ફિલ્મો અને શોનો જ સ્ટૉક છે. હું કૉમેડી પ્રોજેક્ટ શોધી રહ્યો હતો જેને હું લૉકડાઉનમાં જોઈ શકું, પરંતુ મને કોઈ ન મળ્યો. આ કારણસર મેં ‘ફ્રેન્ડ્સ’ ફરી જોવાની શરૂ કરી છે. મને લાગે છે કૉમેડી શો અને ફિલ્મો વધુ બનાવવાં જોઈએ.’

sharman joshi gujarati film dhollywood news entertainment news