બહુ ના વિચાર માટે પહેલી વખત મોહિત ચૌહાણે ગાયું ગીત

02 May, 2019 11:23 AM IST  |  | રશ્મિન શાહ

બહુ ના વિચાર માટે પહેલી વખત મોહિત ચૌહાણે ગાયું ગીત

ટીમવર્ક: ડિરેક્ટર રુતુલ પટેલ, ભવ્ય ગાંધી, જાનકી બોડીવાલા સાથે ‘બહુ ના વિચાર’ની સ્ટારકાસ્ટ.

ભવ્ય ગાંધી, જાનકી બોડીવાલા, દેવર્ષિ શાહ, રાગી જાની અભિનીત અને ડિરેક્ટર રુતુલ પટેલની ફિલ્મ ‘બહુ ના વિચાર’ના એક ગીતમાં સાત સિંગર વાપરવામાં આવ્યા છે તો ફિલ્મનું રોમૅન્ટિક ગીત બીજા કોઈએ નહીં પણ રહેમાન જેવા દિગ્ગજો સાથે કામ કરી ચૂકેલા મોહિત ચૌહાણે ગાયું છે. મોહિતે કોઈ ગુજરાતી ફિલ્મ માટે પહેલી વાર ગીત ગાયું છે. મોહિત ચૌહાણ કહે છે, ‘ઘણી ઑફર આવતી હતી એ નૅચરલ પણ છે, પણ રુતુલના સૉન્ગમાં રહેલી ડેપ્થ અને એના શબ્દોનો ભાવ મને સ્પર્શી ગયો એટલે મેં એ ગીત માટે હા પાડી.’

કહેવાય છે કે દરેક ગીત પણ પોતાનું નસીબ લખાવીને આવતું હોય છે. રુતુલ પટેલે લખેલું અને કમ્પોઝ કરેલું અને મોહિત ચૌહાણે ગાયેલું આ ગીત પણ એનું વિશેષ નસીબ લઈને આવ્યું હતું. આ ગીત રુતુલે છ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૩માં લખ્યું હતું. ગીત લખીને એનું કમ્પોઝિશન પણ તૈયાર કરવામાં આવ્યું. એ પછી રુતુલ મોહિતને મળ્યો. એ સમયે રુતુલના મનમાં હતું કે તે આ ગીતનું વિડિયો આલબમ બનાવશે. એ સમયે રુતુલની ઉંમર હતી રોકડી સોળ વર્ષની. સ્વાભાવિક રીતે રુતુલને મળીને મોહિત પણ થોડો હેબતાઈ ગયો હતો. રુતુલ કહે છે, ‘તેમને મારા કામ પર શંકા નહોતી, પણ એજ પર તેને ચોક્કસ્ા આર્ય થતું હતું. તેમણે સ્વીટલી વાત સાંભળી, ગીત આખું સાંભળ્યું, કમ્પોઝિશન સાંભળ્યું અને તરત જ તે રેડી થઈ ગયા.’

મોહિત ચૌહાણનું આ ગીત રેકૉર્ડ થઈ ગયું અને એ દરમ્યાન જ રુતુલ પટેલને એજ્યુકશન માટે મુંબઈ આવવાનું થયું. મુંબઈમાં રુતુલે ફિલ્મમેકિંગનો કોર્સ જ પસંદ કર્યો અને કૉલેજ પૂરી કરે એ પહેલાં તો તેણે ફિલ્મ બનાવવાનું પણ શરૂ કરી દીધું. રુતુલ કહે છે, ‘મોહિત ચૌહાણના ગીત માટે અમે ખાસ જગ્યા બનાવી અને એ પછી તેમની પરમિશન લીધી. આમ તો એની જરૂર નથી હોતી, પણ એમ છતાં અમે તેમની પરમિશન લીધી એટલે તેમને ખૂબ ગમ્યું. તેમણે ફિલ્મના પ્રીમિયરમાં આવવાનું પણ કહ્યું.’

આ પણ વાંચો : બહુ ના વિચાર છે દુનિયાની પહેલી રિવર્સ બાયોપિક

આ શુક્રવારે રિલીઝ થતી ફિલ્મ ‘બહુ ના વિચાર’ના પ્રીમિયરમાં મોહિત ચૌહાણ ઉપરાંત પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક દિગ્ગજો હાજર રહેશે.

Bhavya Gandhi