પ્રતીક ગાંધીની ‘વ્હાલમ જાઓ ને’નું ૨૧ મેએ ડિજિટલ પ્રીમિયર

20 May, 2023 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રતીક ગાંધીની ‘વ્હાલમ જાઓ ને’ હવે જિયો સિનેમા પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ૨૧ મેએ સ્ટ્રીમ કરવામાં આવશે

ફાઇલ તસવીર

પ્રતીક ગાંધીની ‘વ્હાલમ જાઓ ને’ હવે જિયો સિનેમા પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ૨૧ મેએ સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ હતી, પરંતુ હવે એનું ડિજિટલ પ્રીમિયર થઈ રહ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે દીક્ષા જોષી, ટિકુ તલસાણિયા, સંજય ગોરડિયા, કેવિન દવે, જયેશ મોરે, કિંજલ પંડ્યા, પ્રતાપ સતદેવ જેવા ઘણા ઍક્ટરે કામ કર્યું છે. આ ફિલ્મમાં પ્રતીકે મ્યુઝિક ડિરેક્ટર સુમિત ગાંધીનું પાત્ર ભજવ્યું છે જે રીનાના એટલે કે દીક્ષા જોષીના પ્રેમમાં પડે છે. રીના આ ફિલ્મમાં રણવીર સિંહની ફૅશન સ્ટાઇલિસ્ટ બનવા માગતી હોય છે. આ ફિલ્મને જિયો સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી અને હવે એનું પ્રીમિયર જિયો સિનેમા પર કરવામાં આવશે. આ વિશે પ્રતીકે કહ્યું કે ‘મારો સુમિત માટે જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મારો પહેલો વિચાર હતો કે આ તો ઇન્ટેન્સ રોલ નથી. મારા માટે આ એક રિફ્રેશિંગ ચેન્જ હતો. ‘વ્હાલમ જાઓ ને’ની સ્ટોરી અને એ પણ મારી મમ્મીની માતૃભાષામાં હોવાથી મેં તરત જ એ માટે હા પાડી હતી. આ એક યુઝ્અલ રોમકૉમ નહોતી. એમાં જે ટ‍્વિસ્ટ અને ટર્ન છે એ ફિલ્મને એકદમ યુનિક બનાવે છે. શૂટિંગ વખતે પણ અમે ખૂબ જ મજા કરી હતી. થિયેટર્સમાં રિલીઝ થઈ હતી ત્યારે દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો. હવે જિયો સિનેમા પરના ડિજિટલ પ્રીમિયરને લઈને પણ હું ઉત્સાહી છું. મને ખાતરી છે કે દર્શકો તેમના ઘરની હોમ સ્ક્રીન પર ફિલ્મને એન્જૉય કરશે.’

entertainment news bollywood news Pratik Gandhi