આજે ઓપન થાય છે નવું નાટક સાસુ વહુની 20-20

20 January, 2019 08:16 AM IST  | 

આજે ઓપન થાય છે નવું નાટક સાસુ વહુની 20-20

સાસુ-વહુની 20 20

 ચિત્રક શાહ-કિરણ માલવણકર પ્રસ્તુત અને ગાયત્રી રાવલ નિર્મિત ‘સાસુ વહુની 20-20’ની લેખિકા ભક્તિ રાઠોડ છે, જ્યારે નાટકનું ડિરેક્શન ધીરજ પાલશેતકરે કર્યું છે. નાટકના ટાઇટલ મુજબ એમાં વાત તો સાસુ અને વહુના તીખા-મીઠા અને ખારા-તૂરા સંબંધોની જ છે, પણ એ બધા પછી પણ જીવનમાં સંબંધોનું મહkવ કેટલું અગત્યનું છે અને એકબીજાની હાજરી પણ કેટલી જરૂરી છે એની વાત સમજાવવામાં આવી છે. નાટકનાં લેખિકા ભક્તિ રાઠોડ કહે છે, ‘સમસ્યા દરેક ઘરમાં હોય જ છે, પણ એને સૉલ્વ કરવાનો જો કોઈ રસ્તો હોય તો એક જ કે એ સમસ્યાને તમારા પર હાવી થવા દેવાને બદલે તમે એનો સ્માઇલ સાથે સામનો કરો અને તમે એને આવકારો.’

‘સાસુ વહુની 20-20’ના મુખ્ય કલાકારોમાં દિલીપ દરબાર, ગાયત્રી રાવલ, તિતિક્ષા પંડ્યા, મયંક પંડ્યા, સૌનિલ દરુ અને ભક્તિ રાઠોડ-પાલશેતકર છે. નાટકના ડિરેક્શન ધીરજ પાલશેતકર કહે છે, ‘એકબીજાના કામમાં ડાફોળિયાં મારવાની માનસિકતા દરેક ઘરમાં હોય જ છે. એમાં પણ સાસુ-વહુને તો ખાસ એવી આદત હોય છે. જો કોઈ કહે કે હું એવી નથી તો માનજો કે તે ખોટું બોલે છે. આ માનવસહજ સ્વભાવ છે અને એની માત્રા સાસુ-વહુમાં વધારે પ્રમાણમાં છે. એકબીજામાં ડાફોળિયાં મારવાની આ આદતને લીધે જ બન્ને વચ્ચે મતભેદ અને ખટરાગ વધે છે, જે બન્નેને દૂર કરવાનું કામ કરે છે. અમે પણ ‘સાસુ વહુની 20-20’માં આ જ વાત દર્શાવી છે, પણ આ વાતને અમે ફાલતુ કૉમેડી સાથે નહીં; અર્થસભર હાસ્ય સાથે કહી છે. ‘સાસુ વહુની 20-20’ એક એવો વિચાર આપવાનું કામ કરે છે જે તમને ઘરે લઈ જઈને એને જીવનમાં અમલમાં મૂકવાનું કામ કરાવે છે.’

આ પણ વાંચોઃ 'ચાર ચાર બંગડીવાળી...' ગીત ન ગાવા કિંજલ દવેને કોર્ટનો આદેશ, જાણો કારણ

‘સાસુ વહુની 20-20’નો શુભારંભ આજે બપોરે ચાર વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.