Navratri 2020: એક વર્ષની મહેનત પછી બન્યું છે ગીત 'રાતડીમાં રંગ'

17 October, 2020 01:09 PM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

Navratri 2020: એક વર્ષની મહેનત પછી બન્યું છે ગીત 'રાતડીમાં રંગ'

રાઘાકૃષ્ણનાના પ્રેમની વાર્તા છે ગીત 'રાતડીમાં રંગ'માં

દુનિયા કોરોના મહામારીનો સામનો કરી ત્યારે નવરાત્રી ઉત્સવનો માહોલ ફીકો પડી ગયો છે. પણ ટૅક્નોલોજીને કારણે વર્ચ્યુલ સેલિબ્રેશનની યોજનાઓ બની ગઈ છે. ત્યારે વર્ચ્યુલ સેલિબ્રેશનને વધુ સ્પેશ્યલ બનાવવા માટે સુરતના લેખિકા અને ડિરેક્ટર જાનવી ચોપડાએ એક અનોખું ગીત બનાવ્યું છે. જેનું નામ છે 'રાતડીમાં રંગ'. યુટ્યુબ પર રિલીઝ થયેલા આ ગીતને લોકોનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

જાનવી ચોપડાએ એક વર્ષ પહેલા 'રાતડીમાં રંગ' બનાવવાની શરૂઆત કરી હતી. રાઘાકૃષ્ણનાના પ્રેમની વાર્તા દર્શાવતા આ ગીતને ગીતમાં પાર્થ ખલાસી અને પ્રતિષ્ઠા વાઘેલાએ અવાજ આપ્યો છે. ગીતમાં હીના વારદે  અને મૃણાલ રામી છે.

DP ફિલ્મ્સની ઑફિશ્યલ ચેનલ પર રીલીઝ થયેલા આ ગીત માટે ત્રણ અલગ અલગ પ્રકારના સેટ બનાવવામાં આવ્યા હતા અને પછી તેને શૂટ કરવામાં આવ્યું હતું. પાર્થ ખલાસી, માનસિંહ ગોહિલ અને પ્રતિષ્ઠા વાઘેલાએ અવાજ આપ્યો છે. જ્યારે ગીતના શબ્દો અને કમ્પોઝિશન જાવની ચોપડા અને પ્રેમ દવે દ્વારા કરવામાં આવ્યું છે. મ્યુઝિક આશિષ રાખોલિયાનું છે. આ ગીત માટે જાનવી ચોપડાએ અનેક ભૂમિકા ભજવી છે. ગીતના શબ્દો જાનવી ચોપડા દ્વારા જ લખવામાં આવ્યા છે અને ડિરેક્ટ પણ જાનવી ચોપડા અને ધ્રુવ પાંડવ દ્વારા કરવામાં આવ્યું છે.તેમણે આર્ટ ડિરેક્ટરની જવાબદારી પણ સંભાળી છે.

રાઘાકૃષ્ણનાના પ્રેમની વાર્તા દર્શાવતા આ ગીતને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

entertainment news dhollywood news navratri gujarat surat