Navratri 2020: પ્રિયા સરૈયાની વિશ્વંભરી સ્તૃતિ થઈ રિલીઝ

17 October, 2020 09:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Navratri 2020: પ્રિયા સરૈયાની વિશ્વંભરી સ્તૃતિ થઈ રિલીઝ

ફાઈલ તસવીર

એક એવી ગુજરાતી વ્યક્તિ જેમણે સંગીતની દુનિયામાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. પોતાની મહેનતથી આગવી ઓળખ ઉભી કરી છે. તેમના શબ્દો અને તેમનો અવાજ લોકોના દિલ જીતી લે છે એવા પ્રિયા સરૈયાનું વિશ્વંભરી સ્તૃતી રિલીઝ થઈ છે.

લોકપ્રિય ગુજરાતી ગાયિકા તેમના ગીતોથી સતત પોતાના ચાહકોના મનમાં પોતાની એક આગવી છાપ મૂકે છે. ચાહકો હંમેશા પ્રિયા સરૈયાના ગીતોની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. એવામાં પ્રિયા સરૈયાની વિશ્વંભરી સ્તૃતી સાંભળતા એક અલગ જ આધ્યાત્મિક અનુભવ થાય છે.

વિશ્વંભરી સ્તૃતિ કંપોઝ અને પ્રેઝેન્ટ પ્રિયા સરૈયાએ કર્યું છે. ગઈ કાલે આ સ્તૃતિ રિલીઝ થઈ હતી. તેમણે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી કે, આ સ્તુતી સાંભળતા ઘણી વાર હૈયુ ભરાઈ આવ્યું, આંખો છલકાઈ ગઈ અને મન હળવું થયું. માં અંબા, માં મોગલ, જગત જનની, આપ સહુ ને જીવન ના હર મુશ્કીલ સમય થી - પાર ઉતારે એવી પ્રાર્થના કરું છું.

dhollywood news