Navratri 2020: ભૌમિક શાહનું મોગલ ડાકલા લૉન્ચ

17 October, 2020 09:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Navratri 2020: ભૌમિક શાહનું મોગલ ડાકલા લૉન્ચ

તસવીર સૌજન્યઃ ભૌમિક શાહનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

લોકપ્રિય ગુજરાતી ભૌમિક શાહ પોતાના ગીતોથી સતત પોતાના ચાહકોના મનમાં પોતાની એક આગવી છાપ મૂકે છે. ભૌમિક શાહના ચાહકો હંમેશા નવરાત્રિમાં તેમના ગીતની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે.

આ વર્ષે પણ પાર્થના ગીતની જોઇ રહ્યા હતા ત્યારે હવે ચાહકોનો ઇંતેજાર હવે પૂરો થયો અને ભૌમિક શાહે પોતાનું ગીત મોગલ ડાકલા (Mogal Dakla)  તાજેતરમાં જ લૉન્ચ કરી દીધું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભૌમિક શાહ પોતાના નવરાત્રી સ્પેશિયલ ગીત સાથે પોતાના ચાહકો સામે હાજર છે. આ ગીતના લીરીસીસ્ટ ઘનશ્યામ ગઢવી, મ્યુઝીક ઘનશ્યામ ગઢવી, મ્યુઝીક હર્ષિક આચાર્ય, રિધમ ભૌમિક શાહ અને હર્ષિત આચાર્ય, એડિશનલ વોકલ્સ ઘનશ્યામ ગઢવી, ફોલ્ક વાયોલીન મહેશ બાબુ, ઢોલ અને કંસાઈ જયેશ સોલંકી, ડાકલાઃ ગીરીશ વાઘેલા અને ભૌમિક શાહ અને રિધમ ઓશન સ્ટુડિયો તેમ જ ક્રિએટીવ ઈનપુટ્સ ઐશ્વર્યા પંડ્યાએ આપ્યુ છે.

dhollywood news