નંદલાલ છાંગાના 'નંદ ઘેર આનંદ' જન્માષ્ટમી સ્પેશ્યલ ગીતે જગાવ્યો ઉત્સાહ

11 August, 2020 06:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નંદલાલ છાંગાના 'નંદ ઘેર આનંદ' જન્માષ્ટમી સ્પેશ્યલ ગીતે જગાવ્યો ઉત્સાહ

આ ગીતનું સર્જન તેમને માટે પણ આનંદ ભયો સમાન જ રહ્યું છે

નંદ ઘેર આનંદ ભયો છે મજાનું સર્જન અને તે આજે 11 ઑગસ્ટના રોજ રિલીઝ થયું છે. નંદલાલ છાંગાના સ્વરમાં ગવાયેલા આ ગીતમાં જન્માષ્ટમીનો મિજાજ બરાબર ભળ્યો છે.  આ ગીતને સંગીત આપ્યું છે શિવમ ગુંડેચાએ તથા ઇશાન છાંગા સાથે દર્શન બુધરાણીએ આ ગીતને પ્રોડ્યુસ કર્યું છે. નંદી છાંગા તેના ડાયરેક્ટર છે. જન્માષ્ટમિ નીમિત્તે આ ગીત વિશેષ રિલીઝ કરાયું છે. રણછોડ રંગીલા ગીત એ ગોવાળીયો ભાગ ત્રણના હિસ્સા રૂપે રિલીઝ થયું છે.

આ ગીતની ઝલક તમે અહીં આ વીડિયો ક્લિપમાં મેળવી શકો છો જે નંદલાલ છાંગાના ઇન્સ્ટાપેજ પર પોસ્ટ કરાયું છે.

 નંદલાલના ચાહકો અને ફોલોઅર્સે આ ગીત વધાવી લીધું છે તથા તેને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ અંગે નંદલાલનું કહેવું છે કે આ ગીતનું સર્જન તેમને માટે પણ આનંદ ભયો સમાન જ રહ્યું છે અને તેમને બહુ એક્સાઇટમેન્ટ છે કે તેઓ આ સર્જનને લોકો સુધી જન્માષ્ટમી નિમિત્તે પહોંચાડી શક્યા.

dhollywood news