જોઈ લો માનસીનો નવો લુક

15 November, 2022 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કચ્છ એક્સપ્રેસ ૨૦૨૩ની ૬ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે

માનસી પારેખનો નવો લુક

માનસી પારેખ ‘કચ્છ એક્સપ્રેસ’માં કામ કરી રહી છે અને તે ટ્રેડિશનલ ગુજરાતી લુકમાં જોવા મળી રહી છે. પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને વિરલ શાહ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે જે ૨૦૨૩ની ૬ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. માનસીએ ‘ઇન્ડિયા કૉલિંગ’થી લઈને ‘ગુલાલ’ જેવા ઘણા ટીવી-શોમાં કામ કર્યું છે. તે વિકી કૌશલની ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’, ‘ગોળ કેરી’ અને ‘ડિયર ફાધર’માં પણ જોવા મળી હતી. માનસીની આ ત્રીજી ગુજરાતી ફિલ્મ છે. તે તેના પાત્ર સાથે એક્સપરિમેન્ટ્સ કરતી આવી છે અને તેના આ લુક પરથી લાગી રહ્યું છે કે તે આ ફિલ્મમાં પણ નવા જ અંદાજમાં જોવા મળશે.

entertainment news dhollywood news manasi parekh upcoming movie