ક્યાં જઇ રહ્યો છે મલ્હાર, જાણો કોણ છે સાથે

04 June, 2019 06:10 PM IST  |  અમદાવાદ

ક્યાં જઇ રહ્યો છે મલ્હાર, જાણો કોણ છે સાથે

મલ્હાર ઠાકર

મલ્હાર ઠાકરે અડધી રાતે 3 વાગ્યે તસવીર શેર કરી છે જેમાં તે ઘણી બધી બૅગ સાથએ ક્યાંક જતો દેખાય છે. મલ્હાર ઠાકરે તસવીર સાથે એવું કૅપ્શન આપ્યું છે કે જેનાથી તમારા પ્રશ્નોની લિસ્ટ હજી વધું લાંબી થઇ જશે પણ તમારી માટે સારા સમાચાર એ છે અમારી પાસે આ સવાલોના જવાબ પણ હાજર જ છે.

જાણીતા લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર ખૂબ જ ઉત્સાહિત થઇને ક્યાં જઇ રહ્યો છે તે તેણે પોતે જણાવ્યું છે. એટલું જ નહીં તે કેટલા દિવસ માટે અને ક્યાં જઇ રહ્યો છે તેમ જ જવા પાછળનું કારણ પણ તમને ગળે ઉતરે એવું જ છે. મલ્હાર ઠાકરે 4 જૂને 3 વાગ્યાની આસપાસ જે તસવીર શૅર કરી છે તેમાં તે અન્ય કોઇ સાથે નહીં પણ તેની પોતાની જ ત્રણ બૅગ સાથે અમેરિકા જઇ રહ્યો છે. તેણે પોસ્ટ શૅર કરતાં લખ્યું છે કે, "તો પ્રવાસ શરૂ થઇ રહ્યો છે......! અમેરિકા 2019 શરૂઆત થશે લોસ એન્જલ્સથી.....! 7 8 9 જૂન"

મલ્હારે માન્યો આભાર

મલ્હાર ઠાકરે પોસ્ટ શૅર કરતાં પોતાની ફિલિંગ પણ શૅર કરી છે જેમાં તેણે ફિલિંગ એક્સાઇટેડ સિલેક્ટ કર્યું છે તેણે શૅર કરેલી તસવીરમાં મલ્હારે એક હાથમાં બૉર્ડિંગ પાસ અને બીજા હાથમાં ટ્રોલી બૅગ પકડી છે જેનાથી એ સ્પષ્ટ થઇ જાય છે કે તે એકલો જ અમેરિકા જવા નીકળ્યો છે. અમદાવાદ એરપોર્ટથી પ્રસ્થાન કરી રહેલા આપણાં લોકપ્રિય મલ્હાર ઠાકર વાઇટ ટી શર્ટ, જિન્સ અને સાથે ગોગલ્સ પહેરેલી તસવીર શેર કરી છે. તેની સાથે જ મલ્હાર ઠાકરે તેને શુભેચ્છાઓ મોકલતા તેના ચાહકોનો આભાર પણ માન્યો છે.

અમેરિકા જવાનું શું છે કારણ?

મલ્હાર ઠાકરની ફિલ્મ શું થયું આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઇ છે. જે 7થી 9 જૂન દરમિયાન લોસ એન્જલસમાં આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એવોર્ડ ફંક્શન દરમિયાન હોલીવુડની ધરતી પર ગુજરાતી ફિલ્મો અને કલાકારોનું સન્માન થવાનું છે ત્યારે મલ્હાર પણ આ એવોર્ડ ફંકશનમાં હાજરી આપવા જઇ રહ્યો છે. તેવી પોસ્ટ તેણે 4 જૂને શૅર કરી છે.

આ પણ વાંચો : મલ્હાર ઠાકર ઈઝ બેક, 6 મહિના બાદ શરુ કર્યું શૂટિંગ

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની બીજી સિઝન અનાઉન્સ થઈ ગઈ છે. પહેલી સિઝનની સફળતા બાદ આ વર્ષે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. આ વખતના ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના ડિરેક્ટર ઉમેશ શુક્લા છે. ઉમેશ શુક્લા ગુજરાતી નાટકો સહિત બોલીવુડમાં ઓહ, માય ગોડ, ઓલ ઈઝ વેલ અને 102 નોટ આઉટ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે. તો ફેસ્ટિવલ જ્યુરી તરીકે જાણીતા કટાર લેખક જય વસાવડા, ડિરેક્ટર અને લેખક સૌમ્ય જોશી તેમજ અભિનેત્રી અને ડિરેક્ટર ગોપી દેસાઈ શ્રેષ્ઠ ફિલ્મોની પસંદગી કરશે.

gujarati film Malhar Thakar