ભૂમિક શાહનું ગીત, ‘ઇંતેઝાર’, કોઇને મિસ કરતા હો તો સાંભળવાનું ભૂલશો નહીં

19 June, 2020 05:01 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ભૂમિક શાહનું ગીત, ‘ઇંતેઝાર’, કોઇને મિસ કરતા હો તો સાંભળવાનું ભૂલશો નહીં

ભૂમિક શાહને તેના હિંદી સિંગલને લઇને ખુબ પ્રસંશા મળી અને હવે તેણે તેનું બીજું સિંગલ લોન્ચ કર્યું છે ઇંતેઝાર. ઇંતેઝારમાં પિડા, હાર્ટબ્રેકની વાતને બહુ નાજુકાઇથી દર્શાવવામાં આવી છે. અહીં એક એવા પાત્ર પ્રત્યે લાગણી વ્યક્ત કરાઇ છે જે ફરી ક્યારેય પાછું નથી ફરવાનું. ભૂમિકે સોશ્યલ મીડિયા પર આ ગીત અંગે લખ્યું કે, યાદોનો કાયમી હોય છે, હ્રદયનો ખજાનો હોય છે, અને મારુ ગીત ઇંતેઝાર હાજર છે...

ભૂમિકે જણાવ્યું કે, ઇંતેઝાર એક એવું ગીત છે જે દર્શાવે છે કે કઇ રીતે તમારી અઢળક યાદો એ વ્યક્તિ સાથે જોડાયેલી હોય છે જે હવે તમારી જિંદગીનો હિસ્સો નથી. બે વ્યક્તિ જે એકબીજાને ચાહતી હોવા છતાં પણ સંબંધ ટકાવી ન રાખી શકે તેનાથી મોટું દર્દ બીજું કોઇ ન હોઇ શકે. આ ગીત માટે હું ચિરંજીવ પટેલ, સ્નેહલ પટેલ અને ચિરાગ પટેલનો આભારી છું. તમને તમામને એક હેપ્પી હેલધી લાઇફ મળે તેવી જ મારી મહેચ્છા છે. આ સર્જનમાં મારી સાથે જોડાયેલા તમામનો હું આભારી છું.

ભૂમિક એક જાણીતો ગાયક છે અને તેને લોક સંગીત અને બૉલીવુડ ગાયકીનો ઘણો સારો મહાવરો છે. તેણે પોતાની કારકિર્દી એક તબલા આર્ટિસ્ટ તરીકે શરૂ કરી અને આજે ભૂમિકનો ફેન બેઝ વૈશ્વિક સ્તરે વિસ્તરેલો છે.

dhollywood news