18 May, 2026 05:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરણ જોષી અને નેહલ વડોલિયા
Laalo Actor Karan Joshi Controversy: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નીચાજોણું થાય એવી એક ચર્ચાએ હાલમાં જબરદસ્ત વેગ પકડ્યો છે. ફિલ્મ `લાલો`ને કોણ નથી ઓળખતું? ગુજરાત સહિત દેશભરમાં આ ગુજરાતી ફિલ્મે દર્શકોના દિલ જીત્યા હતા. પણ હવે આ જ ફિલ્મના એક્ટરને લઈને ગંભીર આક્ષેપ મુકાયા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં જોવા મળેલી એક એક્ટ્રેસ નેહલ વડોલિયાએ ગુજરાતી ફિલ્મ `લાલો`ના અભિનેતા કરણ જોષી પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. નેહલ OTT વિશ્વમાં ખૂબ જાણીતું નામ છે. નેહલ વેબ સિરીઝ અને બોલ્ડ પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળી છે. `ગંદી બાત 3`, `મિસ્ટ્રી ગર્લ્સ`, `જૂલી`, `મસ્તરામ`, `ટાઈપરાઈટર`, `મિસ્ટ્રી ગર્લ્સ`, `દુનાલી` અને `અમર પ્રેમ` જેવા અનેક પ્રોજેક્ટ્સમાં નેહલ કામ કરી ચૂકી છે. અને આ તરફ કરણ જોષીની વાત કરવામાં આવે તો તે ગુજરાતી ફિલ્મ જગતમાં ઉભરતું નામ છે, ખાસ તો ફિલ્મ `લાલો`ને કારણે તે ખૂબ જાણીતો બન્યો છે. આ મુદ્દો જાન્યુઆરી મહિના જ નેહલે ઉઠાવ્યો હતો, પણ નેહલના કહેવાનુસાર ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ જાણીજોઇને આ મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. હવે જાન્યુઆરીમાં સામે આવેલો આ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
એક્ટ્રેસ નેહલ વડોલિયા દ્વારા દાવો (Laalo Actor Karan Joshi Controversy) કરવામાં આવ્યો હતો કે અભિનેતા કરણ જોષીએ તેને ઇન્સ્ટાગ્રામ પર વાંધાજનક અને અભદ્ર મેસેજ મોકલ્યા હતા. નેહલ વડોલિયાએ સોશિયલ મીડિયા પર વિડીયો પણ શેર કર્યો છે, જેમાં ઇન્સ્ટાગ્રામ ચેટના સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યા છે. સૌથી હચમચાવી નાખે તેવી બાબત તો એ છે કે વીડિયોમાં એક્ટ્રેસે જણાવ્યું છે કે તેની પાસે અભિનેતાએ ખૂબ જ ગંદી માંગ કરી હતી.
જ્યારે એક્ટ્રેસે જાન્યુઆરી મહિનામાં જ આ અંગેની વાત જાહેર કરી હતી ત્યારે જ કરણ જોષીના કહેવાનુસાર તેણે પોતે આ મેસેજ કર્યા ન હોઇ તેનો ફોન હેક થયાનું કારણ આપ્યું હતું. કરણના કહેવા પ્રમાણે જાન્યુઆરીમાં ત્રણ અલગ-અલગ લોકેશનથી તેનું ઇન્સ્ટા એકાઉન્ટ લોગઈન કરવામાં આવ્યું હતું. નેહલ (Laalo Actor Karan Joshi Controversy) દ્વારા તેની સાથે થયેલા આ પ્રકારના ગંદા વર્તનની વાત જાહેર કરવામાં આવી ત્યારે અભિનેતાએ સામે બચાવ કરતાં પોતાનું ‘એકાઉન્ટ હેક’ થયું હોવાનું કારણ આપ્યું હતું.
આ વીડિયોએ અત્યારે સોશિયલ મીડિયા પર ભારે ચકચાર મચાવી છે. આ વિડિયોઝ સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યા છે. નેટીઝન્સ આ મામલે પોતાની પ્રતિક્રિયા પણ આપી જ રહ્યા છે. આ પ્રકારના વર્તન સામે ભારે રોષ ઠાલાવવામાં આવી રહ્યો છે. જોકે ઘણા લોકોએ આ આખા મામલામાં સચ્ચાઈ શું છે તે બહાર આવે ત્યાં સુધી એક્ટ્રેસને કોઈ કઠોર પગલાં ન લેવા પણ જણાવ્યું હતું. પરંતુ આ વિડીયો બહુ જ વાઇરલ થઈ જતાં થોડા જ સમયમાં તો નેહલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વિડીયો કાઢી નાખ્યા હતા.
હવે આ મામલામાં સાચું કોણ છે તે અંગે સવાલ ઊભા થયા છે. કારણ કે આ પહેલા પણ એક્ટ્રેસ નેહલ વાડોલિયાએ પીઢ ફિલ્મ પ્રોડ્યુસર સુભાષ ઘાઈ પર બળજબરીથી કિસ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. તે સમયે પણ આ યુવતી ચર્ચામાં આવી હતી. જોકે અત્યારસુધી આ સમગ્ર મામલા અંગે કોઈ સત્તાવાર ઇન્વેસ્ટિગેશન થયું નથી. કારણ કે એક્ટર કરણ જોષી (Laalo Actor Karan Joshi Controversy)એ તો પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હોવાનો દાવો કર્યો છે અને તે કહે છે કે આવા ગંદા મેસેજ તેના દ્વારા કરવામાં આવ્યા નથી. સોશિયલ મીડિયામાં તો આ મામલાએ હાલમાં જોરદાર ચર્ચા જગવી છે. લોકો પ્રતિક્રિયાઓનો ધોધ વરસાવી રહ્યા છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આ પ્રકારના કોઈપણ વીડિયો, ચેટના સ્ક્રીનશોટ કે પછી કરવામાં આવેલા આક્ષેપો અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર પુષ્ટિ કરતું નથી.