કાચિંડોઃ પહેલી ગુજરાતી ફિલ્મ જે પેરિસમાં શૂટ થઈ, આવું છે ટ્રેલર

22 March, 2019 08:08 PM IST  | 

કાચિંડોઃ પહેલી ગુજરાતી ફિલ્મ જે પેરિસમાં શૂટ થઈ, આવું છે ટ્રેલર

ફિલ્મ કાચિંડોનું એક દ્રશ્ય

જરાતી ફિલ્મ 'કાચિંડો'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ફિલ્મ આગામી મહિને થિયેટર્સમાં રિલીઝ થવાની છે. પેરિસમાં શૂટ થનારી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મનું ટ્રેલર તો રસપ્રદ લાગી રહ્યું છે.

 

ફિલ્મના ટ્રેલરમાં લજ્જા નામની એક ગુજરાતી યુવતીની સ્ટોરી દર્શાવાઈ છે. જે સોશિયલ સાઈટથી પેરિસના યુવાન જોડે લગ્ન કરે છે. અને અહીંથી જ તેની મુશ્કેલી શરૂ થાય છે. પેરિસ જઈને તેનો પરિવાર ગાયબ થઈ જાય છે. અહીંથી ટ્વિસ્ટ શરૂ થાય છે. પેરિસમાં એક હોટેલ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટનું મર્ડર થાય છે. મર્ડરનો આરોપ લજ્જા પર આવે છે. બીજી તરફ લજ્જાનો પતિ પોલીસને કહે છે કે તેની પત્ની મૃત્યુ પામી છે. ફિલ્મમાં જે સસ્પેન્સ છે એ ટ્રેલરમાં અહીંથી જ દર્શકોને ઝકડી રાખે છે. જો કે ટ્રેલરના અંતે દેખાતા પાંચ વ્યક્તિઓના શીલ આઉટ પણ વધુ એક સસ્પન્સ ઉભુ કરે છે, કે આખરે કોણ છે આ લોકો અને શું કરી રહ્યા છે.

ટ્રેલરમાં તમને સિદ્ધાર્થ મલ્હોત્રા અને સોનાક્ષી સિંહાની ઈત્તેફાક જેવી ફિલ આવશે. ટ્રેલરમાં બે ડાઈલોગ સીધા જ તેના ટ્રેલરમાંથી ઉઠાવી લેવાયા છે. જો કે ટ્રેલરનો છેલ્લો સીન રેસ જેવી ફીલિંગ આપે છે. ફિલ્મની સ્ટોરી શું છે, સસ્પેન્સ શું છે તે જાણવા માટે તો ફિલ્મ જ જોવી પડશે. સાથે જ ફિલ્મમાં પેરિસની સુંદર ઈમારતો અને કુદરતી સૌંદર્ય પણ જોવા મળશે.

આ પણ વાંચોઃ રૌનક કામદાર બન્યા ડિરેક્ટર, પાર્થ ઓઝા સાથે મળી રિક્રિએટ કર્યું 'મારા ભોળા દિલનો' ગીત

ઉર્વીશ પરીખ અને અબ્દુલ વાહિદ સિદ્દિકીએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. અલ્લો શૉફર અને બ્ઝી ઈવેન્ટ્સ સાથે મળીને પિંક પર્પલ પ્રોડક્શન પ્રેઝન્ટ્સ આ ફિલ્મને ઉર્વીશ પરીખે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં રાજ ઝાટનિયા, ભાવિની ગાંધી, કૃપા મિશ્રા, મોહસીન શેક, ગ્રીવા કંસારા દેખાશે. ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થઈ રહી છે.

gujarat news