જય વસાવડા એન્જોય કરી રહ્યા છે IGFF, અમેરિકાથી શૅર કર્યા ફોટોઝ

09 June, 2019 02:46 PM IST  |  લોસ એન્જલસ

જય વસાવડા એન્જોય કરી રહ્યા છે IGFF, અમેરિકાથી શૅર કર્યા ફોટોઝ

અભિનેત્રી મોનલ ગજ્જર સાથે જય વસાવડા

જાણીતા ગુજરાતી કટાર લેખક અને મોટિવેશનલ સ્પીકર જય વસાવડા હાલ અમેરિકાના પ્રવાસે છે. જય વસાવડા ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યા છે. ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના પહેલા તબક્કાનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. ત્યારે જય વસાવડાએ બીજા દિવસના ફોટોઝ શૅર કર્યા છે. જેમાં તે ગુજરાતના ધરખમ અને જાણીતા કલાકારો સાથે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એન્જોય કરતા દેખાઈ રહ્યા છે.

જય વસાવડાએ આ ફોટોઝ ફેસબુક પર શૅર કર્યા છે. સાથે જ લખ્યું છે,' મિષ્ટી મિન્ટી મોમેન્ટસ.... અમેરિકામાં હોલીવૂડ પાસે AMC30માં દ્વિતીય વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનો દબદબાભેર શુભારંભ ! ફેમસ સ્ટાર મોનલ ગજ્જર, સંગીતકાર જતીન પંડિત ( જતીન લલિત ) અને એમના પારસી ગુજરાતી પત્ની કૈનાઝ, ધુરંધર ડાયરેક્ટર ઉમેશ શુકલા અને ધરખમ સર્જક સૌમ્ય જોશી, કૌશલ આચાર્ય, પ્રવીણભાઈ પટેલ, એલેકસભાઈ, સુનિલભાઈ, ડો. ભરત પટેલ, ડો. અનિલ શાહ, ગોપી દેસાઈ, નીરજભાઈ, સુપરસ્ટાર મલ્હાર ઠાકર વગેરે સાથે માણેલા રંગબેરંગી જેવીજલસા.'

આ તમામ ફોટોઝમાં ગુજરાતની જાણીતી પ્રતિભાઓ એક સ્થળ પર એક સાથે મજા કરતી દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની આ બીજી સિઝન છે. જે અમેરિકાના લોસ એન્જલસ અને ન્યૂ જર્સીમાં યોજાઈ રહી છે. લોસ એન્જલસમાં આજે પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ હવે બીજો તબક્કો ન્યૂ જર્સીમાં યોજાશે. ન્યૂ જર્સીમાં 15-16 જૂને ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થશે.

આ એવોર્ડ ફંક્શન દરમિયાન હોલીવુડની ધરતી પર ગુજરાતી ફિલ્મો અને કલાકારોનું સન્માન થશે. ઉલ્લેખનીય છે કે એવોર્ડ ફંક્શનમાં ગુજરાતી ફિલ્મો, ગુજરાતી ડોક્યુમેન્ટ્રીઝ અને શોર્ટ ફિલ્મ્સ તેમજ ગાંધીવિચારો પર આધારિત ફિલ્મોને એવોર્ડ અપાશે. આ વખતે આ ત્રણેય કેટેગરીમાં અનુક્રમે 13, 5, 4 અને 5 ફિલ્મો નોમિનેટ થઈ છે.

આ પણ વાંચોઃ હોલીવુડની ધરતી પર પહોંચ્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકર

આ વખતના ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના ડિરેક્ટર ઉમેશ શુક્લા છે. ઉમેશ શુક્લા ગુજરાતી નાટકો સહિત બોલીવુડમાં ઓહ, માય ગોડ, ઓલ ઈઝ વેલ અને 102 નોટ આઉટ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે. તો ફેસ્ટિવલ જ્યુરી તરીકે જાણીતા કટાર લેખક જય વસાવડા, ડિરેક્ટર અને લેખક સૌમ્ય જોશી તેમજ અભિનેત્રી અને ડિરેક્ટર ગોપી દેસાઈ શ્રેષ્ઠ ફિલ્મોની પસંદગી કરશે.

gujarati film los angeles new jersey united states of america Malhar Thakar